Caste-based census: જાતિગત વસ્તી ગણતરી મુદ્દે PM મોદીને મળ્યા બિહારના નેતાઓ, બેઠક બાદ નીતિશકુમારે આપ્યું આ નિવેદન

જાતિગત ગણતરી (Caste Census) ની માંગણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ નીતિશકુમારે જણાવ્યું કે અમે જાતિગત ગણતરી પર અમારી વાત રજુ કરી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી. 

Caste-based census: જાતિગત વસ્તી ગણતરી મુદ્દે PM મોદીને મળ્યા બિહારના નેતાઓ, બેઠક બાદ નીતિશકુમારે આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: જાતિગત વસ્તી ગણતરી (Caste Census) ની માંગણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ નીતિશકુમારે જણાવ્યું કે અમે જાતિગત વસ્તી ગણતરી પર અમારી વાત રજુ કરી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી. આ બેઠક લગભગ 40 મિનિટથી વધુ સમય સુધી ચાલી. 

આ નેતાઓની માગણી છે કે દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ. જેથી કરીને પછાત જાતિઓના વિકાસમાં તેજી લાવી શકાય. અનેક દાયકાઓથી જાતિગત વસ્તી ગણતરીની માગણી થઈ રહી છે. પરંતુ હવે એકવાર ફરીથી બિહારથી આ અવાજ ઉઠ્યો છે. અનેક રાજકીય પક્ષોએ તેની માગણી કરી છે. 

બેઠક બાદ નીતિશકુમારનું નિવેદન
નીતિશકુમારે બેઠક બાદ કહ્યું કે તમામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જાતિગત વસ્તીગણતરીની માગણી કરી છે. બિહારના તમામ રાજકીય પક્ષોનો આ અંગે એક મત છે. નીતિશકુમારે કહ્યું કે સરકારના એક મંત્રી તરફથી નિવેદન આવ્યું છે કે જાતિગત વસ્તીગણતરી થશે નહીં. આથી અમે ત્યારબાદ વાત કરી. નીતિશકુમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી વાત સાંભળી છે. 

— ANI (@ANI) August 23, 2021

ઐતિહાસિક કામ થઈને રહેશે- તેજસ્વી યાદવ
આરજેડીના નેતા તેજસ્વી યાદવે આ મામલે કહ્યું કે ઐતિહાસિક કામ થઈને રહેશે. જો જાનવરોની ગણતરી થાય છે તો પછી માણસોની પણ થવી જોઈએ. જો ધર્મના આધારે ગણતરી થાય છે તો જાતિના આધારે પણ થવી જોઈએ. 

— ANI (@ANI) August 23, 2021

આ નેતાઓ પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા
1. જેડીયુ- મુખ્યમંત્રી નીતિશકુમાર અને શિક્ષણમંત્રી વિજયકુમાર ચૌધરી
2. આરજેડી- નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ
3. કોંગ્રેસ- વિધાયક અજિત શર્મા
4. સીપીઆઈ(એમ)- મહેબૂબ આલમ
5 એઆઈએમઆઈએમ- અખતરુલ ઈમામ
6. હિન્દુસ્તાની આવામ મોરચા- પૂર્વ સીએમ જીતનરામ માંઝી
7. વીઆઈપી- મુકેશ સાહની
8. સીપીઆઈ- સૂર્યકાંત પાસવાન
9 સીપીએમ- અજયકુમાર
10. ભાજપ- જનક રામ

નીતિશકુમારે પીએમ મોદીને લખ્યો હતો પત્ર
અત્રે જણાવવાનું કે જાતિગત વસ્તીગણતરીનો મુદ્દો એકવાર ફરીથી ગરમ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત મુખ્યમંત્રી નીતિશકુમારની સાથે જ તેજસ્વી યાદવ અને અન્ય અનેક નેતાઓ દેશમાં જાતિગત વસ્તીગણતરી કરાવવાની માગણી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news