ઓછા ખર્ચમાં કાજુની ખેતીથી કરો કરોડોની કમાણી! આ જબરું, હવે જમીન પર ઉભા-ઉભા તોડી શકાશે નાળિયેર!

સામાન્ય રીતે નારિયેળના વૃક્ષો તમે ઊંચા ઊંચા જોયા હશે.નારિયેળ તોડવું હોય તો સામાન્ય રીતે વૃક્ષ પર ચડવું પડતું હોય છે.પરંતુ હવે નવા સંશોધનથી જમીન પર ઊભા રહીને તમે નારિયેળને તોડી શકશો.

ઓછા ખર્ચમાં કાજુની ખેતીથી કરો કરોડોની કમાણી! આ જબરું, હવે જમીન પર ઉભા-ઉભા તોડી શકાશે નાળિયેર!

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે નારિયેળના વૃક્ષો તમે ઊંચા ઊંચા જોયા હશે.નારિયેળ તોડવું હોય તો સામાન્ય રીતે વૃક્ષ પર ચડવું પડતું હોય છે.પરંતુ હવે નવા શંશોધનથી જમીન પર ઊભા રહીને તમે નારિયેળને તોડી શકશો. સામાન્ય રીતે નારિયળ અન કાજુને વૃક્ષ પરથી તોડવા મુશ્કેલ હોય છે.નારિયેળ અને કાજુની ખેતીમાં તેને તોડવામાં જ 40 ટકા જેટલો ખર્ચ થતો હોય છે.પરંતુ હવે નવા સંશોધનથી વૃક્ષાના કદ નાના કરવામાં આવ્યા છે.જેથી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે.ત્યારે કેવી રીતે આ ખેતી થશે અને કેવી રીતે આવક બમણી થશે તે પણ જાણવું ખુબ જ જરૂરી છે.

No description available.

નારિયલ અને કાજુની નવી પ્રજાતિઓ કર્ણાટકમાં આવેલ સેંન્ટ્રલ પ્લાંટેશન ક્રાપ રિસર્ચ ઈન્ટીટ્યૂટ કાસરગોડે વિકસીત કરી છે.દેશમાં દરિયાકાંઠે નારિયેળની ખેતી વધુ થાય છે.જેમાં નારિયેળ તોડવા પાછળ જ 40 ટકા ખર્ચ થતો હોય છે.જેથી હવે નારિયેળના નાના કદના વૃક્ષોની પ્રજાતિની શોધ કરવામાં આવી છે.જેમાં કદ નાનું હોય છે પણ ઉત્પાદન બમણું.

No description available.

નાના કદમાં વધુ ઉત્પાદન:
નારિયલ અને કાજુના નાના કદન વૃક્ષોની પ્રજાતિ વિકસીત થતા બાગાયતી ખેતી કરનારાઓને ખુબ જ ફાયદો થશે.સામાન્ય રીતે 30થી 40 ફૂટ ઊંચા નારિયળના વૃક્ષોનું કદ હવે 4થી 5 ફૂટનું કરવામાં આવ્યું છે.જો કે ઉત્પાદનમાં 20 ટકાનો વધારો થશે.એવી જ રીતે કાજુના લાંબા વૃક્ષોનું કદ પર 5 ફૂટ જેટલું કરવામાં આવ્યું છે.કાજુની ખેતમાં આવેલી આ ક્રાંતિથી પ્રતિ હેક્ટરમાં 300 ટકા ઉત્પાદન વધશે.હાલ આ પદ્ધતિને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેટલાક સ્થળે અમલમાં મુકવામાં આવી છે.

ખર્ચ ઘટ્યો આવકમાં વધારો થયો:
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ એટલે કે ICARનું કહેવું છે કે નારિયલની નાના કદની પ્રજાતિથી બાગયતી ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે.સાથે ઉત્પાદનના વધારો નોંધાયો છે.તો કાજુની નાના કદની પ્રજાતીની ખેતીથી ખેડૂતોની આવક 5 ગણી વધશે.આગામી સમયમાં પરંપરાગત નારિયેળ અને કાજૂના બગીચામાં નાના કદના વૃક્ષોનો વધારો થશે.જેનાથી સ્થાનિક અને વૈશ્વિક માગ પુરી કરવામાં મદદ મળશે.

ઓછી જમીનમાં વધુ વૃક્ષો:
સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કસરાગોડે નાના કદના વૃક્ષોની શોધ કરી છે.જેનાથી ઓછી જમીનમાં કાજુ અને નારિયેળના વૃક્ષો લગાવી શકાશે.સાથે આ વૃક્ષોની સાર સંભાળ રાખવી પણ સરળ બનશે.તો કદ નાનું હોવાથી રોગચાળામાં ઘટાડો થશે અને દવાનો ખર્ચ પણ ઓછો થશે.નારિયળના 21 લાખ હેક્ટરમાં ઉત્પાદન કરી ભારત પ્રથમ નંબર છે.જ્યારે ફિલીપાઈન્સ અને ઈંડોનેશિયા બીજા અને ત્રીજા ક્રમે છે.

500 કરોડનું કાજુનું ટર્નઓવર:
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં કાજુની ખેતી થાય છે.જેમાં પ્રતિ હેક્ટરમાં કાજુનું 750 કિલોનું ઉત્પાદન થાય છે.જ્યારે વિશ્વસ્તરે ઉત્પાદકતા બમણી છે.ભારતમાં દર વર્ષે 500 કરોડ રૂપિયાના કાજૂની નિકાસ કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક માગ વધતા તેમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે.જેથી સ્થાનિક અને વિશ્વની માગ પુરી કરવા કૃષિ વૈજ્ઞાનિકોએ નાના કદના વૃક્ષોની પ્રજાતિને વિકસાવી છે.પરંપરાગત ખેતીમાં પ્રતિ હેક્ટરમાં 177 વૃક્ષો લગાવી શકાય છે.પરંતુ નાના કદના વૃક્ષો હોવાથી 1600 વૃક્ષો લગાવી શકાશે.તો પ્રતિ હેક્ટરમાં ઉત્પાદન 724 કિલોથી વધીને 2432 કિલો સુધી થઈ શકશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news