સ્વિસ બેંકોમાં ભારતીય ખાતામાં પડ્યા 300 કરોડ નથી કોઇ દાવેદાર

સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં જમા કાળાનાણાના મુદ્દે ભારતમાં સતત તીખી રાજનીતિક ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત છે કે આ બેંકોમાં ભારતીયોના નિષ્ક્રિય પડેલી કેટલાક ખાતાની માહિતી ઇશ્યું કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ પણ કોઇ દાવેદાર સામે નથી આવ્યો. સ્વિત્ઝરલેન્ડની બેંકિંગ વ્યવસ્થાને જોતી સંસ્થાએ પહેલીવાર ડિસેમ્બર 2015માં કેટલાક નિષ્ક્રિય ખાતાઓની યાદી બહાર પાડી હતી. તેમાં સ્વિત્ઝરલેન્ડના નાગરિકોની સાથે જ ભારતનાં કેટલાક લોકો સહિત ઘણા બધા વિદેશી નાગરિકોનાં ખાતા છે. જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ સમયાંતરે આ પ્રકારની નોટિસ બહાર પાડવામાં આવતી રહી. જો કે હજી સુધી તેનો કોઇ દાવેદાર સામે આવ્યો નથી. 
સ્વિસ બેંકોમાં ભારતીય ખાતામાં પડ્યા 300 કરોડ નથી કોઇ દાવેદાર

નવી દિલ્હી : સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં જમા કાળાનાણાના મુદ્દે ભારતમાં સતત તીખી રાજનીતિક ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત છે કે આ બેંકોમાં ભારતીયોના નિષ્ક્રિય પડેલી કેટલાક ખાતાની માહિતી ઇશ્યું કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ પણ કોઇ દાવેદાર સામે નથી આવ્યો. સ્વિત્ઝરલેન્ડની બેંકિંગ વ્યવસ્થાને જોતી સંસ્થાએ પહેલીવાર ડિસેમ્બર 2015માં કેટલાક નિષ્ક્રિય ખાતાઓની યાદી બહાર પાડી હતી. તેમાં સ્વિત્ઝરલેન્ડના નાગરિકોની સાથે જ ભારતનાં કેટલાક લોકો સહિત ઘણા બધા વિદેશી નાગરિકોનાં ખાતા છે. જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ સમયાંતરે આ પ્રકારની નોટિસ બહાર પાડવામાં આવતી રહી. જો કે હજી સુધી તેનો કોઇ દાવેદાર સામે આવ્યો નથી. 

નિયમ હેઠળ આ ખાતાની યાદી એટલા માટે બહાર પાડવામાં આવે છે જેથી ખાતાધારકોનાં કાયદેસરના ઉતરાધિકારીને તેમના પર દાવો કરવાની તક મળે. યોગ્ય દાવેદાર મળ્યા બાદ યાદીમાંથી ખાતા અંગેની માહીતી હટાવી દેવામાં આવે. વર્ષ 2017ની યાદીમાં 40 ખાતા અને 2 સેફ ડિપોઝીટ વોલ્ટની માહિતી હટાવી દેવામાં આવી છે. જો કે હજી પણ આ યાદીમાં 3500થી વધારે એવા ખાતાઓ છે જેના કોઇ વારસદાર નથી. તેમાં ઓછામાં ઓછા 6 ભારતીયોનો સમાવેશ થાય છે. 

સ્વિસ નેશનલ બેંક દ્વારા બહાર પડાયેલા હાલનાં આંકડાઓ અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં જમા વર્ષ 2017માં 50 ટકા વધીને 1.01 અબજ સીએચએફ (સ્વિસફ્રેંક) એટલે કે 7 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગઇ. જો કે તેમાં રકમનો સમાવેશ નહી થાય તો કોઇ અન્ય દેશમાં સ્થિતી નિગમોનાં નામથી જમા કરાવાઇ છે. 

આવતા વર્ષથીઓટોમેટિક મળશે માહિતી
ઘણીવાર આોપ લગાવાય છે કે વિદેશમાં નાણા છુપાવવા માટે ભારતીય મલ્ટિપલ લેરનો ઉપયોગ કરે છે. જેનાં કારણે કાળાનાણાને સ્વિસબેંકો સુધી પહોંચાડવામાં આવી શકે. સ્વિત્ઝરલેન્ડે ભારત સહિત કેટલાક અન્ય દેશોને સ્વત માહિતી આપવા માટે પણ ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. આવતા વર્ષથી ભારતને ઓટોમેટિક ડેટા મળવાનું ચાલુ થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news