કર્ણાટક: CMના રડવા અંગે ડેપ્યુટી સીએમએ આપી કુમાર સ્વામીને આ સલાહ

પરમેશ્વરે કહ્યું કે, કુમારસ્વામીને હંમેશા ખુશ રહેવું જોઇએ, જો તેઓ ખુશ રહેશે તો અમે બધા લોકો પણ ખુશ રહીશું

કર્ણાટક: CMના રડવા અંગે ડેપ્યુટી સીએમએ આપી કુમાર સ્વામીને આ સલાહ

બેંગ્લોર : કર્ણાટકમાં સતાપક્ષ કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે હાલ પણ બધુ યોગ્ય નથી ચાલી રહ્યું. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજ એક કાર્યક્રમમાં પોતાનું દુખડુ છુપાવી ન શક્યા અને રડી પડ્યા. તેમણે કહ્યું કે, હું હાલની પરિસ્થિતીથી ખુશ નથી. હું ગઠબંધનનો ઝેર પી રહ્યો છું. કુમારસ્વામીએ એક કાર્યક્રમમાં કહ્યું કે,ચૂંટણી બાદ મારા કાર્યકર્તા ખુબ જ ખુશ હતા, તેમને લાગી રહ્યું હતું કે તેના ભાઇને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતીના કારણે હવે તેઓ ખુશ નથી. 

કુમારસ્વામીએ મુખ્યમંત્રી બન્યા બાદ જેડીએસ દ્વારા એક કાર્યક્રમ આયોજીત કાર્યક્રમમાં તેમણે પુષ્પગુચ્છ પણ નહોતા લીધા અને સ્વાગત દરમિયાન માલા પણ નહોતી પહેરી. તેમણે પોતાનાં કાર્યકર્તાઓને કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો હતો તો તમે લોકો ખુબ જ ખુશ હતા. જો કે હું તમને કહેવા માંગુ છું કે હું ખુશ નથી. હું પોતાનાં દર્દને પી રહ્યો છું. ગઠબંધનના સીએમ બનવું ઝેર પીવા કરતા ઓછું નથી. હું આ પરિસ્થિતીથી ખુશ નથી. 

બીજી તરફ સીએમ કુમાર સ્વામીના  નિવેદન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી.પરમેશ્વરે તેમને ખુશ રહેવા માટેની સલાહ આપી છે. પરમેશ્વરે કહ્યું કે, કુમાર સ્વામીએ હંમેશા ખુશ રહેવું જોઇએ.જો તેઓ ખુશ રહેશે તો અમે પણ તમામ લોકો ખુશ રહીશું. 

બીજી તરફ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સલાહ આપતા કહ્યું કે, તમારે સમસ્યાઓનોસામનો કરવો પડશે. આ પ્રકારનાં સંકેતોથી તે લોકોની સામે ખોટો સંદેશ જશે જેમણે ધર્મનિરપેક્ષ પાર્ટીઓનું સમર્થન કર્યું. કુમાર સ્વામીને આ પ્રકારની પરિસ્થિતીઓ સામનો કરવો જોઇએ. 

રાજ્યવિધાનસભામાં પોતાનુ પહેલું બજેટ રજુ કર્યા બાદ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે ઘણા પ્રકારનાં તણાવનાં સમાચારો આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને લોન માફ કર્યા બાદ સરકારે પેટ્રોલિયમની કિંમતમાં વધારો કર્યા બાદ બંન્ને પાર્ટીઓ વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. ભાજપ સરકારે આરોપ લગાવ્યો કે તેણે રાજ્યનાં કિનારાના વિસ્તારાના લોકોને નજર અંદાજ કર્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ ભાવુક કરી દેનારા સ્પીચનું કારણ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા એક સમાચાર છે. જેમાં કર્ણાટકના કિનારાના પ્રદેશનો એક યુવક કહી રહ્યો છે કે કુમારસ્વામી તેના મુખ્યમંત્રી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news