Farmers Protest: હવે આ રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ, સરકાર વિરુદ્ધ લાવવામાં આવશે અવિશ્વાસનો પ્રસ્તાવ
ઉત્તરાખંડમાં રાજકીય સંકટ બાદ હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે મુશ્કેલી ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farm Laws) ના કારણે હવે હરિયાણા સરકાર પર સંકટના વાદળો છવાયા છે. કોંગ્રેસ વિધાનસભામાં ભાજપ-જેજેપી (BJP-JJP) ગઠબંધન સરકાર વિરુદ્ધ બુધવારે (10 માર્ચ) અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેને જોતા પક્ષ અને વિપક્ષ બંનેએ પોત પોતાના સભ્યોને સદનમાં અનિવાર્ય રીતે હાજર રહેવા માટે વ્હિપ બહાર પાડ્યું છે.
Trending Photos
ચંડીગઢ: ઉત્તરાખંડમાં રાજકીય સંકટ બાદ હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે મુશ્કેલી ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farm Laws) ના કારણે હવે હરિયાણા સરકાર પર સંકટના વાદળો છવાયા છે. કોંગ્રેસ વિધાનસભામાં ભાજપ-જેજેપી (BJP-JJP) ગઠબંધન સરકાર વિરુદ્ધ બુધવારે (10 માર્ચ) અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેને જોતા પક્ષ અને વિપક્ષ બંનેએ પોત પોતાના સભ્યોને સદનમાં અનિવાર્ય રીતે હાજર રહેવા માટે વ્હિપ બહાર પાડ્યું છે.
JJP ધારાસભ્યે ગઠબંધન તોડવાની કરી માગણી
આ બધા વચ્ચે જેજેપી ધારાસભ્ય ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પર ગઠબંધન તોડવા માટે દબાણ સર્જી રહ્યા છે. વિધાયક દેવેન્દ્રસિંહ બબલીએ કહ્યું કે તેમની પાર્ટીએ હવે ગઠબંધન તોડી નાખવું જોઈએ. જનતાને અમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગામડાઓમાં અમને ઘૂસવા દેવામાં આવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે 'જો એકલા મારા મતથી સરકાર પડી જાય, તો હું તેને આજે જ કરીશ. શું સંદેશ જશે? સમગ્ર પાર્ટીએ એક સ્ટેન્ડ લેવું જોઈએ. આપણે લોકોની વચ્ચે જીને પોતાને બચાવવા માટે કવચ રાખવાની જરૂર છે. અથવા તો સરકારે આગામી 15 દિવસમાં ખેડૂતોના મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ કે પછી આપણે સમર્થન પાછું ખેંચવું જોઈએ.' અત્રે જણાવવાનું કે જેજેપીએ પણ પોતાના ધારાસભ્યોને વ્હિપ બહાર પાડ્યું છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હરિયાણા સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમનું સમર્થન કરનારા વિધાયક અને અપક્ષ ઉમેદવારો પણ પાછા હટી ગયા છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે અને મતદાન કરાશે. અનેક ચહેરા બેનકાબ થશે. લોકોનો અવાજ ઉઠાવવો વિપક્ષનું કામ છે.
ભાજપે બહાર પાડ્યું વ્હિપ
હરિયાણા સરકારના મંત્રી અને ભાજપના મુખ્ય સચેતક કંવર પાલે કહ્યું કે હરિયાણા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા વિધાયક દળના તમામ સભ્યોને 10 માર્ચના રોજ સદનમાં સતત હાજર રહેવા માટે અપીલ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે નેતૃત્વની મંજૂરી વગર તેઓ સદનની બહાર ન જાય. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. સભ્યોને અપીલ છે કે તેઓ મતવિભાજન અને મતદાનના સમયે હાજર રહે.
If with my vote alone, the govt falls then I'll do it today itself. What message will go out? The whole party should take a stand: Devender Singh Babli, JJP on Congress' no-confidence motion against Haryana govt pic.twitter.com/TpImCS7UZn
— ANI (@ANI) March 9, 2021
કોંગ્રેસે પણ વ્હિપ બહાર પાડ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી બી બત્રાએ કહ્યું કે, કોંગ્રેસ વિધાયક દળ, હરિયાણાના સભ્યોને સૂચિત કરવામાં આવે છે કે સદનમાં સરકાર વિરુદ્ધ 10 માર્ચના રોજ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે હું વ્હિપ બહાર પાડું છે કે તમે અનિવાર્ય રીતે 10 માર્ચના રોજ સવારે 10 વાગે સદનમાં તમારી હાજરી સુનિશ્ચિત કરો અને અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનનું સમર્થન કરો. સભ્યોને અપીલ છે કે સીએલપી નેતાની મંજૂરી વગર સદનની બહાર ન જાય.
હરિયાણા વિધાનસભામાં સીટોનું ગણિત
નોંધનીય છે કે હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે અને હાલમાં 88 સભ્યો છે. તેમાંથી 40 ભાજપના, જેજેપીના 10 અને કોંગ્રેસના 30 સભ્યો છે. સાત અપક્ષોમાંથી 5 સરકારને સમર્થન આપી રહ્યા છે. આ ઉપરાંત એક સભ્ય હરિયાણા લોકહિત પાર્ટીનો છે અને તે પણ સરકારના સમર્થનમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે