VIDEO - એક સભામાં મુખ્યપ્રધાન નવીન પટનાયક પર ફેંકાયા ઇંડા, મહિલાની ધરપકડ

 VIDEO -  એક સભામાં મુખ્યપ્રધાન નવીન પટનાયક પર ફેંકાયા ઇંડા, મહિલાની ધરપકડ

કટકઃ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક બાલાસોરમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમની પર ઇંડા ફેંકવામાં આવ્યા. આ ઇંડા સીએમ સુધી ન પહોંચ્યા, એક પછી એક ઇંડા સીએમ તરફ ફેંકાતા સુરક્ષામાં રહેલા જવાનો સીએમની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. આ ઘટનાને પગલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 

ભાષણ દરમિયાન ઇંડાનો વરસાદ 
મુખ્યપ્રધાન નવીન પટનાયક બાલાસોરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તે મંચ પર ભાષણ આપતા હતા, આ ભાષણને કવર કરવા માટે ત્યાં ફોટોગ્રાફર પણ હાજર હતા. કાર્યક્રમમાં આવેલી ભીડ તરફથી મુખ્યપ્રધાન તરફ ઇંડાનો વરસાદ કરવામાં આવ્યો, સુરક્ષામાં રહેલા જવાનોએ આ ઇંડા પકડી લીધા અને સીએમની ચારેબાજુ સુરક્ષાનો ઘેરો બનાવી દીધો હતો. આ ઘટનાને કારણે સીએમે પોતાનું ભાષણ વચ્ચે જ બંધ કરવું પડ્યું હતું. 

મહિલાની ધરપકડ

— ANI (@ANI) January 31, 2018

 

પોલીસે કાર્યવાહી કરતા ઇંડા ફેંકવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી લીધી. આ મહિલાનું કહેવું છે કે તેના ક્ષેત્રમાં વિકાસનું કોઈ કામ થયું નથી. તેમણે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને આ વિશે ઘણીવાર રજૂઆત કરી તેમછતા કોઈ પરિણામ આવ્યું નથી. 

 

 

Odisha

 

ગૃહમાં ઉઠ્યો હતો ઇંડા ફેંકવાનો મુદ્દો 
નેતાઓ પર ઇંડા ફેંકવાની ઘટનાઓ વધારે બનવા લાગી છે, આ મુદ્દો ગત વર્ષે ઓડિશા વિધાનસભામાં ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગૃહમાં જણાવ્યું હતું કે ઓડિશામાં 16 નેતાઓ અને મંત્રીઓ પર ઇંડા ફેંકવાની ઘટના બની છે. સીએમે આ માહિતી ભાજપના એક ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં આવી હતી. સીએમે ગૃહને જણાવ્યું કે, ઇંડા ફેંકવાની 16 ઘટનાઓમાં 89 રાજકીય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. 2015માં બે ઘટના, 2016માં 12 અને 2017માં બે ઇંડા ફેંકવાની ઘટના બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news