ઓમિક્રોનના આ વેરિએન્ટથી રહો સતર્ક! એક્સપર્ટે જણાવ્યું ટ્રેક કરવો કેમ છે જરૂરી
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસના લીધે ચિંતા વધવા લાગી છે. કોરોના વેરિએન્ટના સતત સબ વેરિએન્ટ પણ સામે આવી રહ્યા છે જે એક મોતો પડકર છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નવા સબ વેરિએન્ટનું સામે આવવું એટલા માટે ચિંતાજનક છે કારણ કે આ નવા ટ્રેંડ તરફ ઇશારો કરે છે.
Trending Photos
COVID new variant: દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસના લીધે ચિંતા વધવા લાગી છે. કોરોના વેરિએન્ટના સતત સબ વેરિએન્ટ પણ સામે આવી રહ્યા છે જે એક મોતો પડકર છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નવા સબ વેરિએન્ટનું સામે આવવું એટલા માટે ચિંતાજનક છે કારણ કે આ નવા ટ્રેંડ તરફ ઇશારો કરે છે. સાથે જ ક્યારે આ ટ્રેંડ નવા સ્ટ્રેનનું રૂપ લેશે, તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. અત્યાર સુધી 10 રાજ્યોમાં BA.2.75 વેરિએન્ટના કેસ સામે આવ્યા છે જેમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે.
નવા ટ્રેંડ તરફ છે ઇશારો
આ બંને જ પ્રદેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ સબ-વેરિએન્ટની હાજરીની પુષ્ટિ કરી ચૂક્યા છે. અત્યાર સુધી 8 દેશોમાં સબ-વેરિએન્ટના 85 સીકવેન્સ સામે આવી ચૂક્યા છે. ઇઝરાઇલના શેહબા મેડિકલ સેન્ટરના ડોક્ટર શાએ ફ્લેશને જણાવ્યું કે અત્યારે એ કહેવું જલદી હશે કે શું BA.2.75 વેરિએન્ટ આગામી સૌથી ખતરનાક વેરિન્ટ સાબિત થશે. તેમણે કહ્યું કે આ સબ વેરિએન્ટ આ વાતનો ઇશારો કરે છે કે અત્યારે બીજા ઘણા ટ્રેંડ્સ આવી શકે છે.
તેમણે આગળ જણાવ્યું કે સેકન્ડ જનરેશન વેરિએન્ટથી એક ખાસ રીઝનમાં કેટલાક કેસ મળતા હતા. પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઓમિક્રોનના સેકન્ડ જનરેશન વેરિએન્ટ ઘણા વિસ્તારોમાં એકસાથે ફેલાય છે. જો BA.2.75 વેરિએન્ટ આગળ વધે છે તો સેકન્ડ જનરેશન વેરિએન્ટ પણ વધુ તાકતવર હશે. ઇંપીરિયલ કોલેજ ઓફ લંડનના થોમસ પીકોકના અનુસાર આપણા સબ વેરિએન્ટ પર નજર રાખવી પડશે.
દિલ્હી-મહારાષ્ટ્રમાં આવ્યા આટલા કેસ
જો સોમવારના કોરોના ડેટા પર નજર કરીએ તો દિલ્હીમાં સંક્રમણના 420 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન એક મોત થયા છે. તો બીજી તરફ 24 કલાકમાં 749 દર્દીથી સાજા થઇ ચૂક્યા છે. હાલ રાજધાનીમાં 3 હજારના લગભગ એક્ટિવ કેસ છે અને પોઝિટિવિટી રેટ સવા પાંચ ટકા પાર જઇ ચૂક્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 1,515 નવા કેસ આવ્યા છે અને 24 કલાકમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 79,86,811 થઇ ગઇ છે. જ્યારે મૃતકોનો આંકડો 1,47,943 પર પહોંચી ગયો. મુંબઇમાં ગત 24 કલાકમાં કોરોનાના 431 નવા કેસ મળી આવ્યા છે, મહારાષ્ટ્રમાં કોરોનાથી સાજા થનારનો દર 97.87 ટકા મૃત્યું દર 1.85 ટકા નોંધાયો છે. રાજ્યમાં સંક્રમણ દર 6.39 ટકા છે. કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની બે મુંબઇ શહેર અને રત્નાગિરીથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે