મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર

નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ ચાલી રહી છે. સમારોહમાં વિદેશી મહેમાનો પણ હાજર રહેવાના છે. 
 

મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જનતાના જનાદેશ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવખત પ્રધાનમંત્રી બનશે.... નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી પરિષદનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.... આ પ્રસંગે હંમેશની જેમ આ વર્ષે પણ પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે... ત્યારે કયા દેશના કયા મહાનુભાવો PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે?... જોઈશું આ રિપોર્ટમાં....

રાષ્ટ્રપતિ તરફથી સરકાર બનાવવા માટેનું ભાજપના નેતૃત્વવાળા NDAને આમંત્રણ મળી ગયું છે... જેના કારણે આવતીકાલે સાંજે નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ શપથ લેશે.... આ પ્રસંગે ભારતના પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને વિશિષ્ટ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.... 

ભારતે કયા વિદેશના મહાનુભાવોને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું... તેના પર નજર કરીએ તો....
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે...
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ....
સેશલ્સ દેશના ઉપરાષ્ટ્પતિ અહમદ અફીક...
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના...
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ...
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ...
ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે...

પાડોશી દેશ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે નવી દિલ્લી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા.... જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.... 

વિદેશથી આવેલા મહાનુભાવો શપથ ગ્રહણ સમારોહમાં તો હાજરી આપશે... ત્યારબાદ આ નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ડીનરમાં ભાગ લેશે... ભારતના પાડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશના નેતાઓના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાની પાછળ નેબર ફર્સ્ટ પોલિસીને ધ્યાનમાં રાખવામાં આવી છે.... 

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં....
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરનારા મજૂરો...
સફાઈ કર્મચારીઓ....
ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો...
વંદે ભારત-મેટ્રો ટ્રેનમાં કામ કરનારા કર્મચારીઓ...
કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે...

રાષ્ટ્રપતિ ભવનમાં 8000થી વધારે મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે... દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પછી પીએમ મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવનારા બીજા ભારતીય નેતા છે.... હજુ તો નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર શપથ પણ નથી લીધા તે પહેલાં ભાજપના એક નેતાએ તેમના ચોથા પીએમ પદની આગાહી કરી દીધી છે....

હાલ તો નવી દિલ્લીમાં ઉજવણીનો માહોલ છે.... કેમ કે મોદી સરકાર 3.0ની શપથવિધિ યોજાવાની છે... ત્યારે આશા રાખીએ કે ગઠબંધન સરકાર લોકોના વિકાસના કાર્યો કરે.... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news