IND vs PAK: શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનાર બ્લેકબસ્ટર મુકાબલામાં કઈ ટીમ કયાં 11 ખેલાડીઓ પર દાવ લગાવશે. કેવી હશે પ્લેઈંગ ઈલેવન આવો એક નજર કરીએ..
Trending Photos
નવી દિલ્હીઃ આતૂરતાનો અંત આવ્યો કારણ કે 24 કલાકથી ઓછા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરૂ થઈ જશે. પ્રથમવાર યુએસ-વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપમાં ન્યૂયોર્કનું નસાઉ કાઉન્ટી સ્ટેડિયમ આ મેચની યજમાની કરશે. અમેરિકા સામે થયેલા કારમા પરાજય બાદ બાબર આઝમ એન્ડ કંપની પર પોતાના અભિયાનને પાટા પર લાવવાનું દબાણ છે. બીજીતરફ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે આયર્લેન્ડ સામે 8 વિકેટે જીત મેળવી ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. તેવામાં આવો જાણીએ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
યશસ્વી જયસ્વાલની થશે વાપસી?
બેટિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઈનિંગની શરૂઆત કરશે, જ્યારે રિષભ પંત ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ટીમના આ સંયોજન પ્રમાણે યશસ્વીને જગ્યા મળવાની શક્યતા ઓછી છે. યશસ્વી લેફ્ટ-રાઇટનું કોમ્બિનેશન આપે છે. આ કારણ છે કે તેને બહાર કર્યા બાદ આયર્લેન્ડ સામે પંતને ત્રીજા સ્થાને પ્રમોટ કરવામાં આવ્યો હતો.
કુલદીપ યાદવ પણ રેસમાં સામેલ
આયર્લેન્ડ વિરુદ્ધ ભારતે ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને ઉતાર્યો નહીં અને એક નિષ્ણાંત ફાસ્ટ બોલરને તક આપવામાં આવી હતી. કુલદીપ યાદવનું વર્તમાન ફોર્મ અને પાકિસ્તાની બેટરો ખાસ કરીને બાબર આઝમ વિરુદ્ધ તેની ઉપયોગિતાને જોતા તેને ઉતારવામાં આવી શકે છે.
વિરાટ પર જવાબદારી
પાકિસ્તાન વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં ત્રણવાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂકેલો વિરાટઆ મુકાબલામાં દબાવ અનુભવી શકે છે. વિરાટને આક્રમક શરૂઆત અપાવવાની નવી જવાબદારી મળી છે, જેનો દબાવ તેના પર પાછલી મેચમાં જોવા મળ્યો હતો. પિચને સમજ્યા વગર તેણે જોખમભર્યો શોટ રમ્યો. તો નિવૃત્તિમાંથી પરત આવેલ મોહમ્મદ તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આમિર અત્યાર સુધી કોહલીને આઉટ કરી શક્યો નથી, પરંતુ કોહલી પણ આમિર પર ભારે પડ્યો નથી. અત્યાર સુધી ટી20ની બે ઈનિંગ્સમાં આમિરે વિરાટને 19 બોલ ફેંક્યા છે, જેમાંથી વિરાટે 12 બોલ ખાલી રમ્યા છે. તેવામાં કોહલી પર ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવાનો દારોમદાર રહેશે.
ભારતની સંભવિત પ્લેઈંગ XI: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ XI: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, શાદાબ ખાન, આઝમ ખાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે