જો તમારા ઘરે છે પુત્રી તો 11 હજાર રૂપિયા આપશે આ કંપની, આ રીતે કરો એપ્લાય

સ્વાસ્થય સંબંધિત ક્ષેત્રમાં કામ કરનારી ઓક્સી કંપનીએ દેશમાં જન્મનાર દરેક દિકરી માટે 11 હજાર રૂપિયા એફડી કરાવવાની જાહેરાત કરી

જો તમારા ઘરે છે પુત્રી તો 11 હજાર રૂપિયા આપશે આ કંપની, આ રીતે કરો એપ્લાય

નવી દિલ્હી : સ્વાસ્થયનાં સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરનારી મુખ્ય કંપની ઓક્સી (OXXY)એ કહ્યું કે, તે દેશમાં જન્મ લેનારા દરેક નવજાત બાળકીનાં નામે 11 હજાર રૂપિયાની એફડી કરાવશે. તેનો ઇરાદો દેશમાં સેક્સ રેશિયોનું અંતર ઘટાવવા માટેનો અને નવી જન્મનારી બાળકીનું શિક્ષણ અને પ્રોફેશનલ મહિલાઓનાં પ્રોફેશનલ લક્ષ્યો મેળવવામાં મદદ કરે છે. ઓક્સીએ કહ્યું કે, તે ઓક્સી કન્યા શિશુ વિકાસ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશ માટે નોંધી કરાવનારા માતા - પિતાને બાળકીનાં જન્મ સમયે 11 હજાર રૂપિયાની એફડી આપવામાં આવશે. 

ભવિષ્ય સુધારી શકે છે બાળકીઓ
ઓક્સિનાં પ્રવક્તાએ કહ્યું કે, તેને માતા - પિતાનાં ધર્મ, સામાજિક સ્થિતી અથવા ભૌગોલિક સ્થિતી વગેરેનાં ભેદભાવથી ઉપરાંત તમામને આપવામાં આવશે. આ કાર્યક્રમને યુવતીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર બાળકીની 18 વર્ષનું આયુષ્ય પુરુ થવાનાં કારણે આ રકમને પોતાની બુદ્ધિમતાનો ઉપયોગ કરી શકે છે. આ તેમનાં શિક્ષણ અને પ્રોફેશનલ લક્ષ્યાંકો મેળવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ પૈસા તેમનાં માટે છે અને તેઓ પોતાનું ભવિષ્ય પણ સુધારી શકે છે. આ અંગે કોઇ અન્ય વ્યક્તિનો અધિકાર નહી હોય. 

શું છે ઓક્સીકેર
ઓક્સી હેલ્થ કેર ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે. ઓક્સી હેલ્થકેરનાં 1500 શહેરોમાં 2 લાખ કરતા વધારે સેન્ટર આવેલા છે. કંપની 1.5 લાખ હેલ્થકેર નેટવર્ક પાર્ટનરનાં માધ્યમથી ફંડ એકત્રીત કરે છે. 

આ રીતે કરવાની રહેશે અરજી
ઓક્સી હેલ્થ કેરની આ યોજનામાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાને તેનાં માટે નોંધણી કરાવવી પડશે. ડિલીવરી થયા બાદ જો બાળકીનો જન્મ થાય છે તો બાળકીનાં નામે 11 હજાર રૂપિયાની એફડી ઇશ્યુ કરવામાં આવશે. આ બાળકીનાં આધારકાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરી દેવામાં આવશે. 18 વર્ષ પુરા થયા બાદ તે કોઇ રોકટોક વગર આ રકમનો ઉપયોગ કરી શકશે. નોંધણી ઓક્સી હેલ્થ એપ પર થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news