Girl child News

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે: શું આપણે શક્તિને માત્ર કાગળ પર જ પુજીશુ?
ગુજરાતમાં 1000 પુરુષ સામે મહિલાઓની ઘટતી જતી સંખ્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જોકે આ મુદ્દાને લઈને ક્યારેય કોઈ ચર્ચા થતી નથી. ક્યારેય કોઈ આંદોલન થતું નથી. જે પ્રમાણે ઉત્તરોત્તર મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તે જોતાં આ વિષયને લઈને જો ગંભીરતાથી નહીં વિચારવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ત્યારે સરકારની સાથે સાથે સમાજ કઈ રીતે બાળકીઓના જન્મદર પર અસર કરે છે? 2019નું વર્ષ પૂરું થયું. 2020ના વર્ષનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યું પરંતુ આ તમામ વચ્ચે હંમેશા એક બાબત ભૂલાતી જ રહી છે. અને તે છે ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની ઘટતી જતી સંખ્યાની.ભારતમાં અનેક વર્ષોથી બેટી બચાઓ માટે અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં અમુક રાજ્યને બાદ કરતાં તમામ રાજ્યોમાં દીકરીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જ દર 1000 પુરુષે 924 મહિલાઓ છે. ત્યારે સવાલ એ થાય કે દેશના રોલ મોડલ તરીકે જે રાજ્યને દર્શાવવામાં આવે છે. ત્યાં બાળકીઓની સંખ્યામાં કેમ ઘટાડો થઈ રહ્યો છે?
Jan 24,2020, 17:00 PM IST

Trending news