ગુજરાતમાં મોદીની જીતથી ધ્રૂજ્યું પાકિસ્તાન! 2024 ની ચૂંટણીને લઇને મોટી ભવિષ્યવાણી

Gujarat election effect on Pakistan: પાકિસ્તાનમાં પીએમ મોદીનો ખૌફ જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાનના દરેક પત્રકાર અને એક્સપર્ટ ગુજરાતની જીતને મોદીની 2024 માં ફરીથી સત્તામાં વાપસી કહેવા લાગ્યા છે. 

ગુજરાતમાં મોદીની જીતથી ધ્રૂજ્યું પાકિસ્તાન! 2024 ની ચૂંટણીને લઇને મોટી ભવિષ્યવાણી

Pakistan afraid of BJP's victory in Gujarat: પાકિસ્તાને હિંદુસ્તાનનો વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂતી, બંનેથી ડર લાગે છે. તેનું કારણ એ છે કે જો ભારતમાં મજબૂત બહુમતવાળી સરકાર રહેશે તો નીતિઓમાં લચીલાપણું ના બરાબર હશે અને પાકિસ્તાનના એક્સપર્ટને તેનો જ ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યારથી જ 2024 ની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાનમાં હોબાળો છે કે 2024 થી પહેલાં ભારત પોતાના પીઓકે પરત લેશે. 8 ડિસેમ્બરના રોજ આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પાકિસ્તાનનો ખૌફ વધુ વધી ગયો છે.

ગુજરાતમાં BJP રેકોર્ડબ્રેક જીત પ્રાપ્ત કરી રહી હતી, તો બીજી તરફ પાકિસ્તાનમાં ખૌફ હતો. તો બીજી તરફ BJP કાર્યકાળથી વિજય ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ પાકિસ્તાનના હાથ પગ ફૂલી રહ્યા હતા. પાકિસ્તાનમાં પીએમ મોદીનો ખૌફ એટલો જોવા મળી રહ્યો છે કે દરેક પત્રકાર અને એક્સપર્ટ ગુજરતની જીતને મોદીની 2024 માં ફરીથી સત્તામાં વાપસી બતાવવા લાગ્યા છે.

પાકિસ્તાની એક્સપર્ટ કમર ચીમા કહે છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોટી જીત મળી છે. તેમણે કહ્યું કે ભારતની અંદર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પોતાના ચરમ પર છે. તે સાતમી વાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતને જીતી ગયા છે. ચીમાએ કહ્યું કે 2024 ની ચૂંટણી પહેલાં પીએમ મોદીની જે લોકપ્રિયતા છે, તેનું પાકિસ્તાન પર શું અસર પડી શકે છે?

'મોદીની ઇન્ટરનેશનલ ઇમેજ છે ખૂબ ખાસ' 
તેમણે કહ્યું કે ભાજપને કહેવામાં આવે છે કે આ ગરીબ અને મિડલ ક્લાસ પાર્ટી છે. સાથે જ તે ધર્મ કાર્ડ રમી રહ્યા છે. મોદીની ઇન્ટરનેશનલ ઇમેજ ખૂબ ખાસ છે. ચીમાએ કહ્યું, 'મેં તમને પહેલાં કહ્યું હતું ફરીથી કહું છું કે 2024 નું જે ઇલેક્શન છે વજીર-એ-આજમ નરેન્દ્ર મોદી ઇકોનોમી પર લડશે અને પોતાની જનતાને આ બતાવશે કે ભારત દુનિયામાં ક્યાં ઉભું છે.' 

પાકિસ્તાની એક્સપર્ટ આલિયા શાહે કહ્યું કે ઇન્ટરનેશનલ મીડિયામાં ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતના સમાચાર ઝડપથી વાયરલ થઇ રહી છે. એ વાત કહેવામાં આવી રહી છે કે 2002 માં ભાજપ અને મોદીએ જીતનો જે રેકોર્ડ કાયમ કર્યો હતો તે રેકોર્ડ તૂટતા જોવા મળી રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે ભાજપના પગલાં જ્યાં જામેલા છે. 

પાકિસ્તાની મીડિયાની પણ ગુજરાત ચૂંટણી પર રહી નજર
ગુજરાતના પરિણામોની વાત ફક્ત એક્સપર્ટ જ નહી પરંતુ પાકિસ્તાની મીડિયા પણ કરવા લાગ્યું છે. પાકિસ્તાન સમાચાર પત્ર ડોન (DAWN) એ પણ ભારતની ચૂંટણીને પ્રમુખતા કવર કર્યું છે. ડોન (DAWN) ના એક આર્ટિકલમાં લખ્યું છે કે ગુજરાતમાં મોદીનો મેજીક તેમની પાર્ટી માટે કામ કરી ગયો અને પાર્ટીએ એકતરફી જીત પ્રાપ્ત કરી લીધી. 

પાકિસ્તાનના વધુ એક સમાચાર પત્ર ધ એક્સપ્રેસ ટ્રીબ્યૂન (The Express Tribune) એ ગુજરાતના પરિણામો આવે તે પહેલાં હેડલાઇન લગાવી દીધી હતી કે ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક મળવાની છે. સમાચાર પત્રએ લખ્યું કે 1995 થી લઇને અત્યાર સુધી ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જીત મળી છે અને 2014 માં પ્રધાનમંત્રી બનતાં પહેલાં મોદી પણ 13 વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

પાકિસ્તાની એક્સપર્ટ આલિયા શાહ કહે છે કે રાષ્ટ્રવાદનો તેમનો એજન્ડા સફળ રહ્યો છે અને તેના ઇકોનોમીને ઉપર લઇ જવાના એજન્ડા પર પણ ખરા ઉતર્યા છે. તેમના દૌરમાં ભારત પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની. આ તેમની સફળતાના ઇંડિકેટર્સ છે. હવે શું સફળતાના આ ઇંડિકેટર્સ 2024 માં પણ મોદીની પાર્ટીને જ જીતાડશે. આ જોવાની વાત છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news