પાકિસ્તાને ટીપૂ સુલ્તાનને 'ટાઈગર ઓફ મૈસૂર' ગણાવતા રાજકીય ઘમાસાણ

કર્ણાટક વિધાનસભા ચૂંટમીમાં એકવાર ફરીથી ટીપૂ સુલ્તાનનું નામ ચર્ચાનો વિષય બન્યું છે. પરંતુ આ વખતે ચર્ચા ફક્ત કર્ણાટક સુધી સિમિત નથી પરંતુ પાકિસ્તાન પણ તેમાં કૂદી પડ્યું છે

પાકિસ્તાને ટીપૂ સુલ્તાનને 'ટાઈગર ઓફ મૈસૂર' ગણાવતા રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટમીમાં એકવાર ફરીથી ટીપૂ સુલ્તાનનું નામ ચર્ચાનો વિષય બન્યું છે. પરંતુ આ વખતે ચર્ચા ફક્ત કર્ણાટક સુધી સિમિત નથી પરંતુ પાકિસ્તાન પણ તેમાં કૂદી પડ્યું છે. પાકિસ્તાન સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મૈસૂરના રાજા ટીપૂ સુલ્તાનની વીરતાના વખાણ કરવામાં આવ્યાં છે અને તેમની તુલના સિંહ સાથે કરાઈ છે. આ વીડિયોને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે. અત્રે જણાવવાનું કે આજે એટલે કે 4 મે ટીપૂ સુલ્તાનની પુણ્યતિથિ છે.

— Govt of Pakistan (@pid_gov) May 4, 2018

પાકિસ્તાન સરકાર તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે ટીપૂ સુલ્તાન મૈસૂર સલ્તનતના શાસક હતાં, અંગ્રેજી સામ્રાજ્ય વિરુદ્ધ થયેલા સંઘર્ષમાં વીરતા દેખાડવા માટે તેમને પહેલા સ્વતંત્રતા સેનાની તરીકે જાણવામાં આવે છે. ટીપૂ સુલ્તાનની 219મી પુણ્યતિથિના અવસરે તેમના જીવનના કેટલાક પહેલુઓ પર નજર ફેરવીએ.

— Govt of Pakistan (@pid_gov) May 4, 2018

આ ઉપરાંત એક અન્ય ટ્વિટમાં પાકિસ્તાન સરકારે લખ્યું કે ઈતિહાસની પ્રેરક અને મહાન શખ્સિયત ટાઈગર ઓફ મૈસૂર ટીપૂ સુલ્તાનની પુણ્યતિથિ પર અમે તેને યાદ કરીએ છીએ. બાળપણથી જ ટીપૂ સુલ્તાન યુદ્ધ કૌશલમાં પારંગત થઈ ગયા હતાં અને તેમનામાં શીખવાની અદભૂત ક્ષમતા હતીં.

અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે વર્ષ 2015માં રાજ્યમાં ટીપૂ સુલ્તાન જયંતી મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2017માં ટીપૂ સુલ્તાન જયંતીની ઉજવણીને લઈને વિવાદ થયો હતો. ભાજપ સતત ટીપૂ સુલ્તાન જયંતીની ઉજવણીનો વિરોધ કરી રહ્યો હતો. ટીપૂ સુલ્તાનને લઈને ભાજપ અને કોંગ્રેસની વિચારધારા હંમેશા વિપરીત રહી છે. કોંગ્રેસ જ્યાં ટીપૂ સુલ્તાનને હંમશાથી રાજ્ય માટે ધરોહર માનીને ચાલે છે ત્યાં ભાજપનું માનવું છે કે ટીપૂ સુલ્તાન એક ક્રુર શાસક હતો, અને તેણે હિંદુઓ પર અત્યાચાર કર્યા હતાં તથા જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ભાજપ એવું પણ માની રહ્યો છે કે ટીપૂ સુલ્તાને હિંદુઓને જબરદસ્તીથી ગૌમાંસ ખવડાવ્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news