BSFથી ગભરાયું પાકિસ્તાન, 5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવ્યો
બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિર્દેશક કે.કે શર્માના અનુસાર આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 5 કિલોમીટરના વર્તુળનો વિસ્તાર ખાલી કરાવ્યો, સૈન્ય જવાનોને પણ બંકરમાં છુપાઇ રહેવા નિર્દેશ
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ - કાશ્મીર સાથે રહેલી ભારત - પાકિસ્તાન સીમા પર પાકિસ્તાન સેનાની તરફથી મોટી ગતિવિધિઓ જોવા મળી રહી છે. પાકિસ્તાને આશરે પાંચ કિલોમીટર વિસ્તારને ખાલી કરાવી દીધો છે. આ વિસ્તારમાં આવતા ગામોના લોકોને પાકિસ્તાની સેના કોઇ અન્ય સ્થળે ખસેડી રહી છે. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 5 કિલોમીટરના વર્તુળમાં માત્ર અને માત્ર પાકિસ્તાની સેના અને તેના રેન્જર્સ ઉપરાંત કમાંડોની પણ હાજરી જોવા મળી રહી છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનું મોટુ કારણ ભારતીય સુરક્ષા એજન્સીઓનો ડર હોવાનું જણાવાઇ રહ્યું છે.
પાકિસ્તાની સેનાને ડર છે કે બીએસએફના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહની નિર્મમ હત્યાથી નારાજ બીએસએફ કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. આ ડરથી પાકિસ્તાન સેના બોર્ડર પર રહેલા તમામ વિસ્તારોને ખાલી કરાવી રહી છે. સાથે તે પોતાનાં જવાનોને પણ માત્ર બંકરમાં રહેવાની જ સલાહ આપી રહી છે. આ વિસ્તારમાં સ્થાનિક લોકોના આવન-જાવન પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારો ખાલી કરાવાયા હોવાની વાતની પૃષ્ટી બીએસએફ મહાનિર્દે્શક કે.કે શર્માએ કરી છે.
યોગ્ય સમયે યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિર્દેશક કે.કે શર્માએ ZEE DIGITAL સાથેની વાતચીતમાંક હ્યું કે, પાકિસ્તાન તરફથી થતી આ પ્રકારની હરકતોનો બીએસએફ મુંહતોડ જવાબ આપશે. હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહનીહ ત્યા બાદ પાકિસ્તાનને ડર છે કે બીએસએફ દ્વારા કડક કાર્યવાહી થશે. કાર્યવાહી તો થશે જ પરંતુ તે યોગ્ય સમયે થશે.
ગોળીઓ ચલાવીને કરે છે પાકિસ્તાન ઘાસ કાપવાનો વિરોધ
બીએસએફના મહાનિર્દેશક શર્માએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રહેલા ઘાસના કારણે વિસ્તાર પર નજર રાખવી મુશ્કેલ થઇ જાય છે. જેના કારણે બીએસએફ સમયાંતરે સમગ્ર વિસ્તારમાંથી ઘાસ કાપતી રહે છે. પાકિસ્તાન દ્વારા આ કાર્યવાહીનો વારંવાર વિરોધ થતો રહે છે. વિરોધ સ્વરૂપ પાકિસ્તાની સેના અને રેન્જર્સ દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે. તેમ છતા પણ બીએસએફ જવાનો સમયાંતરે ઘાસ કાપતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે