જમ્મુ કાશ્મીર

J&K : PAKને ભારે પડ્યું ભારતીય જવાનો પર ગોળીઓ છોડવાનું, ભારતે ધોળે દિવસે દેખાડ્યા તારા

પાકિસ્તાન પોતાની હરકતોથી હંમેશા વિવાદ ઉભો કરે છે અને હવે એણે ફરીવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે

Nov 17, 2019, 03:40 PM IST

J&K માટે જીસી મુર્મુ અને લદ્દાખના LG માટે રાધાકૃષ્ણ માથુરની પસંદગી કેમ થઈ? ખાસ છે કારણ 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યાં બાદ રાજ્યને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દેવામાં આવ્યાં. હવે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ અને કાશ્મીરની જ્યારે રાધાકૃષ્ણ માથુરને લદાખની જવાબદારી સોંપાઈ છે. રાધાકૃષ્ણ માથુર લદાખના પહેલા ઉપ રાજ્યપાલ હશે. આ બંને વરિષ્ઠ બ્યુરોક્રેટને મોદી સરકારે બહુ સમજી વિચારીને આ મહત્વની જવાબદારી સોંપી છે. આવો જાણીએ જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે શાં માટે આ બંને અધિકારીઓની જ પસંદગી થઈ.

Oct 26, 2019, 12:03 PM IST

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 7મું પગાર પંચ લાગુ, 4.5 લાખ કર્મચારીઓને થશે ફાયદો

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી 31 ઓક્ટબરથી નવા નિયમ મુજબ તેને લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી 4.30 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. સરકારના આ નિર્ણય કેન્દ્ર શાસિત પ્રદેશ બનનાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 31 ઓક્ટબરથી લાગુ કરવામાં આવશે.

Oct 22, 2019, 01:20 PM IST

કાશ્મીરમાં ડર ફેલાવવામાં નિષ્ફળ પાકિસ્તાને બનાવ્યો નવો પ્લાન, મળ્યા ચોંકાવનારા ઇનપુટ

જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલુ પાકિસ્તાન હવે કાશ્મીરમાં આતંકવાદ વધારવા માટે આફગાની, પશ્તો બોલનારા આતંકીઓની ભરતી કરી રહ્યું છે

Oct 17, 2019, 02:44 PM IST

જમ્મુના મેયર ચંદ્રમોહનનું મહત્વનું નિવેદન, ‘અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે’

ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ (All India Mayors Council) ના સભ્યોની એક બેઠકનું આયોજન સુરત (Surat)માં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ જમ્મુ-કાશ્મીરથી આવેલા જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા (ChandraMohan Gupta)એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન ગુજરાત અને સુરતના વિકાસથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારે 370 ની (Article 370) કલમ હટાવીને ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, ત્યારે જમ્મુનો વિકાસ કરવો એ અમારા માટે મહત્વનું છે. ગુજરાતીઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર (jammu Kashmir) ની મુલાકાત લે છે. ત્યારે અમારી ઇચ્છા છે કે અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે. ગુજરાતના લોકોના ઘર જમ્મુમાં હોય અને બિઝનેસ માટેની ઓફિસો પણ ત્યાં હોય તેવું અમે ઈચ્છીએ છીએ.

Oct 13, 2019, 02:29 PM IST

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

કાશ્મીરના 99 વિસ્તારોમાંથી તમામ પ્રતિબંધો હટી ચુક્યા છે, જમ્મુ કાશ્મીરની પોસ્ટપેઇડ મોબાઇલ સેવા પણ સોમવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે

Oct 12, 2019, 08:08 PM IST
Explosives Found From Jammu Bus Stand PT2M42S

આતંકી ષડયંત્ર: જમ્મૂ બસ સ્ટેન્ડ પાસેથી મળ્યો વિસ્ફોટક પદાર્થ

જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે એક બસમાંથી વિસ્ફોટક મળી આવ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો હતો.

Oct 1, 2019, 03:15 PM IST
 Earthquake 24 09 2019. PT11M16S

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા...

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર અને પીઓકેમાં પણ આ ભૂકંપ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ ભુકંપના કારણે પાકિસ્તાનમાં જાન માલની ભારે ખુંવારી થઇ હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.

Sep 24, 2019, 06:40 PM IST

જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ

મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે.

Sep 22, 2019, 02:21 PM IST

J&K પર દુષ્પ્રચાર ગેંગને મોટો ઝટકો, સુપ્રીમે કહ્યું- 'લોકો HCનો સંપર્ક નથી કરી શકતા તે દાવો ખોટો'

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદથી સગીરોને અટકાયતમાં રાખવાના આરોપ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને તપાસ કરીને એક અઠવાડિયાની અંદર રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.

Sep 20, 2019, 01:16 PM IST

કાશ્મીર મુદ્દે યુરોપિયન સંઘે આપ્યો ભારતનો સાથ, કહ્યું- પાકિસ્તાન મોકલે છે આતંકી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાને દુનિયાભરમાં આઆ મામલે આંતરરાષ્ટ્રીય સમર્થન હાસલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પાકિસ્તાન દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી છે. આ બધા વચ્ચે યુરોપિયન સંઘે પણ કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે

Sep 18, 2019, 03:18 PM IST

કાશ્મીર કાશ્મીર કરી રહેલા પાક.ને UAE એ સમર્થનના બદલે આપી સલાહ !

સાઉદી અરબના ઉપ વિદેશ મંત્રી આદિલ અલ જુબેરે પાકિસ્તાનને ટકોર કરતા જણાવ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો બંધ કરો

Sep 16, 2019, 06:49 PM IST

પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બંધ કરે, નહી તો ટુકડે ટુકડા થઇ જશે: રાજનાથની ચેતવણી

રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ નહી તો તેના ટુકડા થતા નહી અટકાવી શકે

Sep 14, 2019, 11:44 PM IST

PoK માં સ્થિતી ખરાબ છે, લોકો ત્યા નથી રહેવા માંગતા: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, PoK માં સ્થિતી ખુબ જ ખરાબ છે

Sep 14, 2019, 11:25 PM IST

જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ સોપોરમાં આતંકી સંગઠન Let કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકી સંગઠન એલઇટી કમાન્ડર આસિફને ઠાર કર્યો છે. બે દિવસ પહેલા સોપોરમાં સફરજન વેપારી પર કરાયેલા હુમલા પાછળ ઠાર કરાયેલ આસિફને હાથ હતો.

Sep 11, 2019, 11:32 AM IST

UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.

Sep 10, 2019, 08:45 PM IST

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી 1990 ના દિવસે કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકો ઘાયલ હોવાનાં આોપ લાગ્યા હતા

Sep 10, 2019, 05:00 PM IST

UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં તેને મુદ્દો બનાવવાનાં ભરચક પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને મંગળવારે 115 પેજના ખોટા અહેવાલોનો ભારો ઠાલવીને ભારત પર આરોપ લગાવ્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ભારત પર કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી અને યુએનએ આમાં દખલ કરવી જોઇએ. પાકિસ્તાન આવા મનઘડંત આરોપોને ભારત થોડા જ સમયમાં જવાબ રજુ કરશે. 

Sep 10, 2019, 04:11 PM IST

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની આતંકી સંગઠનો સાથે ગુપ્ત બેઠક, ભારત વિરૂધ્ધ રચાયું ષડયંત્ર

Pakistan : પાકિસ્તાની ગુપ્તચર આઇએસઆઇ (ISI) એ તાજેતરમાં જ આતંકી સંગઠનો સાથે બંધ બારણે એક બેઠક કરી હોવાની વિગતો સામે આવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બેઠકમાં ભારત વિરૂધ્ધ ષડયંત્ર રચાયું હોવાની વાત છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં ભારત અને ખાસ કરીને ઘાટી વિસ્તારમાં આતંકી હુમલા કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.

Sep 10, 2019, 11:13 AM IST

કાશ્મીર પર આજે ફરી હારશે પાકિસ્તાન, અબકી બાર માનવાધિકાર પર PAKને ધિક્કાર!

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ એટલે યૂએનએચઆરસીની બેઠકમાં પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરનો ઉદ્દો ઉઠાવી શકે છે. જિનીવામાં આયોજિત યૂએનએચઆરસીના 42માં સત્રમાં ભારત અને પાકિસ્તાન બંનેને મંગળવારના પોતપોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે

Sep 10, 2019, 09:55 AM IST