ભારતના વિરૂદ્ધ ફરી મોટું કાવતરું રચી રહ્યું છે પાકિસ્તાન, ગુપ્તચર એજન્સીઓએ આપ્યું એલર્ટ
ભારત સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરનાર પાકિસ્તાન (Pakistan) પોતાની હરકતો કરવાનું છોડતું નથી. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરનાર પાકિસ્તાન (Pakistan) પોતાની હરકતો કરવાનું છોડતું નથી. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચી રહ્યું છે.
ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે આતંકવાદીઓ
ગુપ્તચર એજન્સીઓના એલર્ટ અનુસાર, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના લોન્ચિંગ કમાન્ડર સહિત 7 આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદી સંગઠન અલ બદરના 5 આતંકીઓ પણ PoK થી ઘૂસણખોરી કરવા તૈયાર છે.
ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યા છે ઇનપુટ
Zee News ને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઇને 19 જાન્યુઆરીએ થયેલા અલગ-અલગ ઇનપુટ શેર કર્યા છે. એજન્સીના ઈનપુટ અનુસાર અલ બદરના 5 આતંકવાદીને PoK Datote ના Nikyal વિસ્તારમાં એક ગાઈડ સાથે જોવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ ભારતમાં તારકુંડી (Tarkundi) અથવા કંગાગલી (Kangagali) વિસ્તારમાંથી કાશ્મીરમાં ઘૂસીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
PoK થી કાશ્મીરમાં કરી શકે છે ઘૂસણખોરી
તો બીજી તરફ, અન્ય ઇનપુટ્સ અનુસાર, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના 7 આતંકવાદીઓ પણ ભારતમાં હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લશ્કરના લોન્ચિંગ કમાન્ડર પણ સામેલ છે. આ આતંકવાદીઓ PoKના કાલુ-દે-ઢેરી (Kalu-de-Dheri) વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આતંકવાદીઓ PoK થી કાશ્મીરના કિનારી (Kinari) વિસ્તારમાં ઘૂસણખોરી કરી મોટો હુમલો કરી શકે છે.
સુરક્ષા એજન્સીઓએ વધાર્યું એલર્ટનેસનું લેવલ
ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ પોલીસ દળો અને અર્ધ સૈનિક દળોને ગણતંત્ર દિવસની પરેડને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. ખતરાની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સતર્કતાનું સ્તર વધારી દેવામાં આવ્યું છે અને સરહદી વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે