પંચકૂલા હિંસા: પુરાવાના અભાવે સોદાના 6 સમર્થકો મુક્ત, હનીપ્રીતને રાહત નહી

પંચકુલામાં 25 ઓગષ્ટ, 2017ના રોજ તે સમયે હિંસા ભડકી ગઇ હતી, જ્યારે રેપ મુદ્દે સીબીઆઇની વિશેષ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને કેદની સજા ફટકારી હતી

પંચકૂલા હિંસા: પુરાવાના અભાવે સોદાના 6 સમર્થકો મુક્ત, હનીપ્રીતને રાહત નહી

નવી દિલ્હી : ગત્ત વર્ષે ઓગષ્ટમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની ધરપકડ બાદ પંચકુલામાં થયેલા હિંસક પ્રદર્શનોમાં આશરે ત્રણ ડઝન લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા. આ મુદ્દે પોલીસે મોટી સંખ્યામાં ડેરા સમર્થકોની ધરપકડ કરી હતી. તેમાંથી 6 આરોપીઓને સોમવારે કોર્ટમાં સુનવણી દરમિયાન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા નહી હોવાનાં કારણે તેમને મુક્ત કરવાનો  આદેશ આપ્યો હતો.
 

આ મુદ્દે હરિયાણા પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે તે અગાઉ પણ કોર્ટે 53 ગંભીર કલમો હટાવવા માટેનાં આદેશ આપ્યા હતા. તે ઉપરાંત 15 આરોપીઓ પણ મુક્ત થઇ ચુક્યા છે. જે લોકોને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં જ્ઞાનીરામ, સંગાસિંહ, હોશિયાર સિંહ, રવિ, રામ કિશન અને તરસેમનો સમાવેસ થાય છે. તેની વિરુદ્ધ સીટ પુરાવા એકત્ર કરવામાં અત્યાર સુધી અસમર્થ રહી છે. આ તમામ લોકો પર તોફાન, આગચંપી અને મારામારી કરવાનાં આરોપમાં આઇપીસીની કલમ 148, 186, 188 અને 436 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પંચકુલાની સેશન જજ રિતુ ટાગોરે તમામ આરોપીઓને બાઇજ્જત મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

— ANI (@ANI) July 30, 2018

અગાઉ કોર્ટ 53 ડેરા સમર્થકો પર લાગેલ દેશદ્રોહ અને હત્યાના પ્રયાસની કલમો હટાવવા માટેનો આદેશ આપ્યો હતો. પંચકૂલામાં 25 ઓગષ્ટ, 2017ને તે સમયે હિંસા ભડકી ગઇ હતી, જ્યારે રેપના મુદ્દે સીબીઆઇની ખાસ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને કેદની સજાનો ચુકાદો આપ્યો હતો. ડેરા પ્રમુખની ધરપકડના આદેશ સાંભળતાની સાથે જ હજારોની સંખ્યામાં ઉમટેલા તેમના સમર્થકોએ પંચકુલાના રસ્તાઓ પર તોડફોડ અને આગચંપી ચાલુ કરી દીધી હતી. આ હિંસામાં આશરે 3 ડઝન લોકોના મોત નિપજ્યા હતા અને કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. 
હનીપ્રીતને રાહત નહી
બીજી તરફ આ હિંસામાં જેલમાં પુરાયેલ ગુરમીત રામ રહીનની તથાકથિત પુત્રી હનીપ્રીતને કોર્ટ સાથે કોઇ રાહત નથી મળી. હનીપ્રીત પણ પંચકૂલા હિંસા બાદ હિંસા અને આગચંપનીના કિસ્સામાં દેશદ્રોહના આોપમાં અંબાલા જેલમાં પુરાયેલ છે. ગત્ત અઠવાડીયે હનીપ્રીતના વકીલે કોર્ટમાં અરજી લગાવીને તેના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટેની પરવાનગી માંગી હતી. અપીલમાં કહ્યું કે, જે પ્રકારે અન્ય આરોપી પોતાના પરિવારના લોકો સાથે રોંજીદી રીતે અડધો કલાક વાત કરે છે, તે જ પ્રકારે તેને પણ પરવાનગી મળી છે. હરિયાણા સરકારે સુરક્ષાના કારણોથી આ અરજીનો વિરોધ કર્યો છે. હનીપ્રીત પર આોપ નિશ્ચિત કરવા માટે કોર્ટ 7 ઓગષ્ટના રોજ સુનવણી કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news