આજથી શરૂ થયું સંસદનું શિયાળુ સત્ર, PMને ઘેરવાનું વિપક્ષોનું પ્લાનિંગ
વિપક્ષ હાલમાં સરકારને રાફેલ, જીએસટી અને નોટબંધીના પ્રભાવ, ખેડૂતોની દુર્દશા તેમજ ધાર્મિક અસહિષ્ણુતાના મામલે ઘેરવાની તૈયારી કરી રહ્યો છે
- રાફેલ, જીએસટી તેમજ નોટબંધી જેવા મુદ્દા ઉઠાવશે વિપક્ષ
- શિયાળુ સત્રનો આજથી થયો છે પ્રારંભ
- આ સત્ર પાંચ જાન્યુઆરી સુધી ચાલશે
Trending Photos
નવી દિલ્હી : આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે સંસદના સમયનો સદુપયોગ થશે તેમજ આ સત્રનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે ઠંડી ખાસ નથી પણ અમારું શિયાળું સત્ર શરૂ થઈ ગયું છે. 2017થી શરૂ થયેલું આ સત્ર 2018 સુધી ચાલશે. વડાપ્રધાને વાયદો કર્યો છે કે આ સત્રમાં દુરંગામી પ્રભાવ પાડતા બિલ સંસદમાં આવશે.
Generally winter starts with Diwali. But due to global warming winter has not come in full force. But winter session has started now & I hope that country would be benefited from fruitful 2017-2018 winter session in Parliament. I hope for positive & innovative arguments: PM Modi pic.twitter.com/yC7q7umBNb
— ANI (@ANI) December 15, 2017
સંસદમાં ધમાલ
આ વર્ષે સંસદમાં શિયાળુ સત્ર ધમાલભર્યું બની રહેવાની સંભાવના છે. વિપક્ષ સરકારને રાફેલ, જીએસટી તેમજ નોટબંધી, ખેડૂતોની દુર્દશા તેમજ ધાર્મિક અસહિષ્ણુતાનો મામલે ઘેરશે. સરકાર દ્વારા આ સત્રમાં 25 પેન્ડિંગ અને 14 નવા બિલ રજૂ કરવામાં આવશે એવી ધારણા છે.
ચૂંટણીની પડશે અસર
ગુજરાત ચૂંટણીના કારણે મોડા શરૂ થયેલા આ સત્ર પર ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશના પરિણામોની અસર પડશે. જો ભાજપ ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશમાં જીત મેળવી લેશે તો કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ભાજપને ઘેરવાનું મુશ્કેલ બની જશે. સામાન્ય રીતે એક મહિના સુધી ચાલનારું આ શિયાળુ સત્ર નવેમ્બરના અંતિમ અઠવાડિયાથી શરૂ થાય છે અને ક્રિસમસ પહેલાં એનો અંત આવી જાય છે. આ વર્ષે સત્ર 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. આ સત્રમાં ક્રિસમસના કારણે 25 તેમજ 26 ડિસેમ્બરે રજા આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે