5G નેટવર્ક ટેસ્ટિંગથી થઈ રહ્યાં છે લોકોના મોત, કોરોના તો બહાનું, જાણો વાયરલ ઓડિયોનું સત્ય

PIB ની Fact Check ટીમે કહ્યું કે, આ દાવો ખોટો છે. સાથે ટીમે લોકોને આગ્રહ કર્યો કે, કોરોના કાળમાં મહેરબાની કરી આવા સંદેશ શેર કરી ભ્રમ ન ફેલાવો. 

5G નેટવર્ક ટેસ્ટિંગથી થઈ રહ્યાં છે લોકોના મોત, કોરોના તો બહાનું, જાણો વાયરલ ઓડિયોનું સત્ય

નવી દિલ્હીઃ ભારતમાં જે ગતિએ કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે, તેના કરતા પણ વધુ ઝડપે અફવાઓ ફેલાઈ રહી છે. કોરોના વિરુદ્ધ જંગમાં સૌથી મોટુ વિઘ્ન અફવાઓ છે, જેને લોકો સાચી માની લે છે અને કોરોના વિરુદ્ધ જંગ નબળો પડી રહ્યો છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં અત્યારે જેટલા મોત થઈ રહ્યું છે તેનું કારણ 5જી નેટવર્કનું ટેસ્ટિંગ છે અને તેને કોરોનાનું નામ આપવામાં આવી રહ્યું છે. આ ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5જી ટેસ્ટિંગની જાણકારી બધાને આપવામાં આવી નથી અને તેના કારણે અચાનક લોકોના મતો થઈ રહ્યાં છે. 

પરંતુ જ્યારે આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી તો આ દાવો ખોટો નિકળ્યો. PIB ની ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવાને નકલી ગણાવ્ય છે. પીઆઈબીએ લખ્યું- એક ઓડિયો મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યોમાં 5જી નેટવર્ક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે અને તેને કોવિડનું નામ આપવામાં આવી રહ્યું છે. 

— PIB Fact Check (@PIBFactCheck) May 6, 2021

PIB ની Fact Check ટીમે કહ્યું કે, આ દાવો ખોટો છે. સાથે ટીમે લોકોને આગ્રહ કર્યો કે, કોરોના કાળમાં મહેરબાની કરી આવા સંદેશ શેર કરી ભ્રમ ન ફેલાવો. હકીકતમાં આ વાયરલ ઓડિયોમાં બે લોકોને વાત કરતા સાંભળી શકાય છે, જેમાં એક વ્યક્તિ કોરોનાથી થઈ રહેલા મોતોને 5જી ટેસ્ટિંગનું નામ આવી રહ્યો છે. તે આ ઓડિયોમાં કહે છે કે ટેસ્ટિંગને કારણે લોકોનું ગળુ સુકાય રહ્યું છે અને તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે મે સુધી તેનું ટેસ્ટિંગ થઈ જશે તો મૃત્યુ બંધ થઈ જશે.

પરંતુ હકીકત છે કે કોરોનાથી થઈ રહેલા મોત અને 5જી નેટવર્કની ટેસ્ટિંગને દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. વિશ્વમાં કોઈ જગ્યાએ એવો વૈજ્ઞાનિક દાવો થયો નથી કે 5જી ટેસ્ટિંગને કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. તેથી તમને બધાને વિનંતી છે કે આવા વાયરલ સંદેશા ફોરવર્ડ ન કરો અને અફવાઓથી બચો અને કોરોના વિરુદ્ધ જંગમાં સાથ આપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news