રેલવે મંત્રી તરીકેના બીજા કાર્યકાળમાં પીયૂષ ગોયલ ભારતીય રેલવેમાં કરશે આ ધરખમ ફેરફારો...

પીયૂષ ગોયલને ફરીથી એકવાર રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

રેલવે મંત્રી તરીકેના બીજા કાર્યકાળમાં પીયૂષ ગોયલ ભારતીય રેલવેમાં કરશે આ ધરખમ ફેરફારો...

નવી દિલ્હી: પીયૂષ ગોયલને ફરીથી એકવાર રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ સુરક્ષા, ભાડામાં વધારો કર્યા વગર નફો કરવો, પાટાઓના પુર્નનિર્માણ, આધુનિકીકરણ, અને અત્યાધુનિક ડબ્બાઓના ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં પગલું ભરી શકે છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી. 

ગોયલના ગત કાર્યકાળમાં રેલવેમાં સૌથી ઓછી દુર્ઘટનાઓ થઈ હતી અને તેઓ હંમેશા એ વાતને દોહરાવે છે કે 'શૂન્ય દુર્ઘટના માનક'નો લક્ષ્યાંક તેઓ હાંસલ કરવા માંગે છે. 

જુઓ LIVE TV

તેમની સામે સૌથી મોટો પડકાર પાટાઓની સમયસર દેખરેખ અને તેમના પુર્નનિર્માણ કરવાનો હશે. તેમનો લક્ષ્યાંક એ સુનિશ્ચિત કરવાનો પણ રહેશે કે રેલવે કારખાનાઓમાં 'વંદે ભારત એક્સપ્રેસ' જેવી ટ્રેનોના અત્યાધુનિક ડબ્બાઓનું નિર્માણ વધે જેથી કરીને તેમની સેવાઓ વધારી શકાય. 

પોતાના 20 વિશ્વસનીય સલાહકારો સાથે મળીને કાર કરવા માટે જાણીતા ગોયલ 'સ્પ્રેડશીટ'ના માધ્યમથી દરેક પરિચલનનું વિવરણ અને સામાન્ય રીતે તથ્યો તથા આંકડાઓ પર નજર રાખે છે. ગોયલ ટ્વિટર ઉપર પણ ખુબ સક્રિય છે અને મોટાભાગના મુસાફરોના પ્રશ્નોનો તેઓ જવાબ પણ આપે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news