Asia Cup 2022 ની પહેલી જ મેચમાં થયો મોટો વિવાદ, એક નિર્ણયને લઇને મેદાન પર મચી બબાલ

શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ એશિયા કપ 2022 (Asia Cup 2022) ના ગ્રુપ બીમાં છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. મેચની બીજી ઓવરમાં એક મોટી જોવા મળી.

Asia Cup 2022 ની પહેલી જ મેચમાં થયો મોટો વિવાદ, એક નિર્ણયને લઇને મેદાન પર મચી બબાલ

Asia Cup 2022 SRI vs AFG: એશિયા કપ 2022 (Asia Cup 2022) ની શરૂઆત થઇ ચૂકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અફઘાનિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે રમાઇ. એશિયા કપ 2022 ની પહેલી મેચમાં એક એવી ઘટના જોવા મળી જેણે તમામને હેરાન કરી દીધા. શ્રીલંકાની બેટીંગ દરમિયાન થર્ડ એમ્પાયરે એક એવો નિર્ણય આપ્યો જેણે જોઇ શ્રીલંકાની ટીમ ગુસ્સામાં જોવા મળી. 

થર્ડ એમ્પાયરના નિર્ણય પર થઇ બબાલ
શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ એશિયા કપ 2022 (Asia Cup 2022) ના ગ્રુપ બીમાં છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. મેચની બીજી ઓવરમાં એક મોટી જોવા મળી. શ્રીલંકાની ઇનિંગની બીજી ઓવર જમણા હાથના ફાસ્ટના બોલર નવીન ઉલ હક લઇને આવ્યા. તેમણે આ ઓવરના અંતિમ બોલને શ્રીલંકાઇ બેટ્સમેન પાથુમ નિસંકાને આઉટ કર્યા, ત્યારબાદ મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યા. 

— ᒶᐡ𝐝♏İし𝑎 💫 (@ludmidench) August 27, 2022

Chamika Karunaratne is not sure about the decision and so are we.#AFGvSL | #SLvsAFG pic.twitter.com/9VvKVg371Z

— Anil yerram (@Anilyerram2) August 27, 2022

શ્રીલંકાની ટીમ અકળાઇ
નવીન ઉલ હકના બોલ પર બેટસમેન પાથુમ નિસંકા વિકેટકીપરને કેચ આપી બેઠા હતા, પરંતુ એમ્પાયરે તેને આઉટ આપ્યો નહી. એમ્પાયરના નિર્ણય વિરૂદ્ધ જઇને અફઘાનિસ્તાનની ટીમે DRS લીધું. રિપ્લે જોતાં એવું લાગે છે કે બોલને બેટ વડે સાઇડમાં કર્યો ન હતો, પરંતુ થર્ડ એમ્પાયર જયરમન મદનગોપાલે ચોંકાવનારો નિર્ણય આપતાં બેટ્સમેનને આઉટ ગણાવ્યો. એમ્પાયરના આ નિર્ણય બાદ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા શ્રીલંકાઇ કોચ ક્રિસ સિલ્વરવુડ અને કેપ્ટન દાસુન શનાકા ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા. એમ્પાયરના આ નિર્ણયને કોઇ મેદાનમાં દરેક જણ આશ્વર્યચકિત થઇ ગયા. 

અફઘાનિસ્તાનની ઘાતક બોલીંગ
એશિયા કપ 2022 (Asia Cup 2022) ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોની બોલબાલા જોવા મળી. શ્રીલંકાના કોઇપણ બેટ્સમેન મેદાન પર વધુ સમય ટકી શક્યા નહી અને આખી ટીમ 105 રન પર ઓલ આઉટ થઇ ગઇ. અફઘાનિસ્તા તરફથી ફજલહક ફારૂકીએ સૌથી વધુ 3 વિકેટ પ્રાપ્ત કરી. મુજીબ ઉર રહમાન અને મોહમંદ નબીએ 2-2 વિકેટ પોતાના નામે કરી. અફઘાનિસ્તાનની ટીમે 106 રનના ટાર્ગેટને સરળતાથી પ્રાપ્ત કરી લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news