પશ્વિમ બંગાળમાં TMC ની જીત બદલ પીએમ નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને પાઠવી શુભેચ્છા

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યુ કે, નંદીગ્રામ વિશે ચિંતા ન કરો.

પશ્વિમ બંગાળમાં TMC ની જીત બદલ પીએમ નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal)  સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના યોજાયેલી ચૂંટણીના (Assembly Election Results 2021)  પરિણામો આવી આવી રહ્યાં છે. ટ્રેન્ડ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી (TMC) ને શાનદાર જીતવ મળી રહી છે. પરંતુ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને 1622 મતે પરાજય આપ્યો છે. 

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યુ કે, નંદીગ્રામ વિશે ચિંતા ન કરો. નંદીગ્રામના લોકો જે જનાદેશ આપશે, હું તેનો સ્વીકાર કરુ છું. મારો કોઈ વિરોધ નથી. અમે 221થી વધુ સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે. 

બંગાળમાં ટીએમસીની જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે પશ્વિમ બંગાળમાં જીત માટે મમતા દીદીને શુભેચ્છા. કેંદ્રના લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે કોરોના મહામારીને દૂર કરવા માટે પશ્વિમ બંગાળ સરકારને દરેક સંભવ સમર્થન આપવાનું ચાલુ રાખશે. 

— Narendra Modi (@narendramodi) May 2, 2021

— Narendra Modi (@narendramodi) May 2, 2021

— Narendra Modi (@narendramodi) May 2, 2021

ભાજપના મહાસચિવ અને પશ્વિમ બંગાળમાં પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પ્રદેશમાં ટીએમસીની જીત પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મમતાજી જીતની શુભેચ્છા! અમે જનતાના ફેંસલાને સ્વિકાર કરીએ છીએ અને વાયદો કરીએ છીએ કે વિધાનસભામાં વિપક્ષની રચનાત્મક ભૂમિકા ભજવશે. પરંતુ તમે તમારા કાર્યકર્તાઓને અનુશાસનમાં રહેવાનો નિર્દેશ આપો. જેથી જીતની ખુશીમાં અમારા કાર્યાલયોને નુકસાન ન પહોંચાડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news