એકવાર ફરીથી ઇતિહાસમાં PMએ કર્યો ગોટાળો: આ વખતે થઇ ગઇ મોટી ચુક
વડાપ્રધાન પોતાની ભાષણની કલા માટે વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ ઇતિહાસ અંગેનાં કેટલાક તથ્યો બાબતે ભુલ કરતા રહે છે. વડાપ્રધાન મોદી મગહરમાં પણ આ ચુક કરી બેઠા હતા. કબીરનાં 620માં પ્રાકટ્ય દિવસ પ્રસંગે મોદી મગહર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા કબીરને નમન કરી અને તેમની સમાધિ પર ચાદર પણ ચઢાવી હતી. યુપીનાં મુખ્યમંત્રી યોગી તથા અન્ય ભાજપનાં નેતાઓની હાજરીમાં મોદીએ એક જનસભાને પણ સંબોધિત કર્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન પોતાની ભાષણની કલા માટે વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ ઇતિહાસ અંગેનાં કેટલાક તથ્યો બાબતે ભુલ કરતા રહે છે. વડાપ્રધાન મોદી મગહરમાં પણ આ ચુક કરી બેઠા હતા. કબીરનાં 620માં પ્રાકટ્ય દિવસ પ્રસંગે મોદી મગહર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા કબીરને નમન કરી અને તેમની સમાધિ પર ચાદર પણ ચઢાવી હતી. યુપીનાં મુખ્યમંત્રી યોગી તથા અન્ય ભાજપનાં નેતાઓની હાજરીમાં મોદીએ એક જનસભાને પણ સંબોધિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમાજને સદિઓથી દિશા આપી રહેલા માર્ગદર્શક, સમભાવ અને સમરસતાનાંપ્રતિબિમ્બ મહાત્મા કબીરને તેની જ નિર્વાહ જમીનથી એકવાર ફરીથી હું તેમના કોટી કોટી નમનકરૂ છું. એવું કહે છે કે અહીં જ સંત કબીર, ગુરૂ નાનકદેવ અને બાબા ગોરખનાથે એક સાથે બેસીને આધ્યાત્મીક ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદીએ જે ત્રણ મહાપુરૂષોની સાથે બેસીને ચર્ચા કરવાની વાત કરી તે તથ્યાત્મક રીતે યોગ્ય નથી, કારણ કે બાબા ગોરખનાથનો કાળ આ બંન્ને સંતો કરતા અલગ છે. નાથ સંપ્રદાયના સ્થાપક બાબા ગોરખનાથનો જીવનકાળ સંત કબીર અને ગુરૂ નાનકથી ખુબ પહેલાનો છે. બાબા ગોરખનાથનો જન્મ 11મી શતાબ્દીમાં થયો હતો. જ્યારે 120 વર્ષ જીવિત રહેનારા સંત કબીરનો જન્મ 14મી સદી (1398થી 1518) ના અંતમા થયો હતો.
ગુરૂ નાનકનો સમય 15મી શતાબ્દીથી 16મી શતાબ્દી (1469 1539)ની વચ્ચેનો છે. એક જ સમયમાં હોવાનાં કારણે ગુરૂ નાનક અને સંત કબીરની મુલાકાતની વાત સમજમાં આવે છે પરંતુ આ બંન્ને મહાપુરૂષોથી ઘણા વર્ષો પહેલા જન્મેલા ગોરખનાથની આધ્યાત્મીક ચર્ચા સમજથી ઉપર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે