Utkarsh Ceremony: દિગ્ગજ વિપક્ષી નેતાનો સવાલ- 2 વાર PM બની ગયા, હવે શું કરશો? જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ

પીએમ મોદીએ જો કે જે દિગ્ગજ વિપક્ષી નેતાની વાત કરી તેમના નામનો ખુલાસો કર્યો નહીં. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેમનો રાજનીતિક વિરોધ કરતા રહે છે પરંતુ 'હું તેમનો આદર પણ કરું છું.' તેમણે કહ્યું કે 'તેમને (વિપક્ષી નેતા)ને એવું લાગતું હતું કે બેવાર પ્રધાનમંત્રી બની ગયા એટલે ઘણું મળી ગયું. પરંતુ તેમને ખબર નથી કે મોદી કઈ માટીનો બનેલો છે. 

Utkarsh Ceremony: દિગ્ગજ વિપક્ષી નેતાનો સવાલ- 2 વાર PM બની ગયા, હવે શું કરશો? જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ

ભરુચ: ગુજરાતના ભરૂચમાં ગઈ કાલે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું. આ સમારોહનું આયોજન રાજ્ય સરકારની ચાર મુખ્ય સરકારી યોજનાનો 100 ટકા ટાર્ગેટ પૂરો થયો તે સંલગ્ન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે એક એવો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ દંગ રહી જશો. તેમણે કહ્યું કે એક દિવસ વિપક્ષના એક બહુ મોટા નેતા તેમને મળવા આવ્યા હતા અને તેમણે તેમને પૂછ્યું કે પીએમ મોદી હવે શું કરવાનું છે. દેશે તમને બે-બે વાર પ્રધાનમંત્રી બનાવી દીધા. હવે શું કરશો?

પીએમ મોદીએ આપ્યો આ જવાબ
દિગ્ગજ વિપક્ષી નેતાએ જ્યારે તેમને સવાલ પૂછ્યો કે જનતાએ તમને બે વાર પીએમ બનાવી દીધા પછી હવે શું કરશો? તેના પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હવે તેમનો હેતુ યોજનાઓના મામલે 100 ટકા લક્ષ્યાંક મેળવવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભલે બે વાર દેશના પ્રધાનમંત્રી બની ગયા પરંતુ તેમનો ઈરાદો આરામ કરવાનો નથી. પરંતુ હવે તેમનું સપનું સરકારી યોજનાઓ મુદ્દે 100 ટકા લક્ષ્યાંક મેળવવાનો છે. આ માટે નવા સંકલ્પો અને નવી ઉર્જાથી કામ કરવાની તૈયારીમાં છે. 

ભરૂચમાં આયોજિત થયેલા આ સમારોહમાં પીએમ મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને આ દરમિયાન એક નેત્રહીન લાભાર્થી સાથે વાત કરતી વખતે તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. પીએમ મોદીએ જો કે જે દિગ્ગજ વિપક્ષી નેતાની વાત કરી તેમના નામનો ખુલાસો કર્યો નહીં. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેમનો રાજનીતિક વિરોધ કરતા રહે છે પરંતુ 'હું તેમનો આદર પણ કરું છું.' તેમણે કહ્યું કે 'તેમને (વિપક્ષી નેતા)ને એવું લાગતું હતું કે બેવાર પ્રધાનમંત્રી બની ગયા એટલે ઘણું મળી ગયું. પરંતુ તેમને ખબર નથી કે મોદી કઈ માટીનો બનેલો છે. ગુજરાતની ધરતીએ તેમને તૈયાર કર્યા છે અને એટલે જ જે પણ થઈ ગયું, સારું થઈ ગયું, ચલો હવે આરામ કરો એવું નહીં પરંતુ મારું સપનું છે- સેચ્યુરેશન'.

પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર યોજનાઓનો 100 ટકા લક્ષ્યાંક તરફ  આગળ વધી રહી છે અને હવે સરકારી મશીનરીને તેની આદત પાડવાની છે. છેલ્લા લગભગ 8 વર્ષમાં બધાના પ્રયત્નોથી અનેક યોજનાઓને 100 ટકા સેચ્યુરેશનની લગભગ નજીક લાવવાની સફળતા મળી છે. હવે આઠ વર્ષના આ મહત્વપૂર્ણ અવસરે એકવાર ફરીથી કમર કસીને બધાને સાથે લઈને બધાના પ્રયત્નોથી આગળ વધવાનું છે અને દરેક જરૂરિયાતવાળાને દરેક હકદારને તેનો  હક અપાવવા માટે ખુબ મહેનત કરવાની છે. 

(ઈનપુટ-ભાષા)

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news