PM Narendra Modi ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતા કરશે.

Updated By: Jun 30, 2021, 09:31 AM IST
PM Narendra Modi ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
ફાઈલ ફોટો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતા કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં દેશમાં કોરોના મહામારીના કારણે પેદા થયેલા હાલાત અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા થઈ શકે છે. આ ઉપરાંત કેબિનેટ વિસ્તારની અટકળો વચ્ચે કેટલાક મંત્રાલયોના કામકાજની સમીક્ષા પણ થઈ શકે છે. 

મંત્રાલયોના કામકાજની સમીક્ષા
સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક ડિજિટલ રીતે થશે. તેમણે જણાવ્યું કે બેઠકમાં રોડ અને પરિવહન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને દૂરસંચાર મંત્રાલયના કામકાજની સમીક્ષા થઈ શકે છે. બેઠકમાં કોવિડ-19 સંબંધિત હાલાત ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. 

લગભગ એક અઠવાડિયા પહેલા પ્રધાનમંત્રીએ મંત્રીઓ અને રાજ્યમંત્રીઓના વિભિન્ન સમૂહો સાથે બેઠક યોજી હતી અને તેમના મંત્રાલયોની સમીક્ષા કરી હતી. આ બેઠકો પ્રધાનમંત્રી મોદીના અધિકૃત નિવાસસ્થાને થઈ હતી અને મોટાભાગની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ રહ્યા હતા. 

Shatrughan Sinha ભાજપમાં પાછા ફરશે? બિહારીબાબુએ આપ્યો આ જવાબ

કેબિનેટ વિસ્તારની અટકળો
રાજકીય પર્યવેક્ષકો અને ભાજપના આંતરિક સૂત્રોનું માનવું છે કે મંત્રી પરિષદની બેઠકોનું આવા સમયે એટલે કે જ્યારે રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તાર અને ફેરબદલની અટકળો થઈ રહી છે, ત્યારે થવું એ ખાસ મહત્વ ધરાવે છે. 

કોરોનાને લઈને પીએમ મોદી પહેલા પણ એક્સપર્ટ્સ ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અલગ અલગ સેશનમાં વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને વ્યાપક રણનીતિ અને દેશમાં ઝડપથી આગળ વતા રસીકરણ અભિયાન પર ચર્ચા થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube