કેદારનાથ બાદ PM મોદી પહોંચ્યા બદ્રીનાથના દ્વારે, ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરી

PM Modi In Kedarnath : પીએમ મોદીને કેદારનાથ સાથે ખાસ લગાવ છે, પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં પાંચ વખત કેદારનાથ જઈ ચુક્યા છે... બાબા કેદારનાથના ધામમાં પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી... 3400 કરોડથી વધારેનાં મૂલ્યની કનેક્ટિવિટી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે..
 

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે 
  • કેદારનાથ અને બદ્રીનાથમાં PM મોદી કરશે પૂજા 
  • PM બન્યા બાદ છઠ્ઠી વખત ઉત્તરાખંડ પહોંચશે PM 
  • 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું કરશે શિલાન્યાસ 
     

Trending Photos

કેદારનાથ બાદ PM મોદી પહોંચ્યા બદ્રીનાથના દ્વારે, ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરી

અમદાવાદ :પ્રધાનમંત્રી બન્યા બાદ PM મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાત લેવા પહોંચ્યા છે. પીએમ મોદી સવારે લગભગ સાડા 8 વાગે કેદારનાથ મંદિર પહોંચ્યા. અહીં પીએમ મોદીએ કેદારબાબાની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત તેમણે શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. ત્યારબાદ કેદારનાથ રોપવે પ્રોજેક્ટની આધારશિલા રાખશે. PMએ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન પણ કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. કેદારનાથમાં બનાવવામાં આવનાર રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે. તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. આનાથી આ બંને સ્થળોની મુસાફરીનો સમય અડધો કલાક ઘટશે. અત્યારે આ મુસાફરી માટે છ કલાકથી વધુ સમય લાગે છે.

બદ્રીનાથ ધામમાં કરી પૂજા-અર્ચના
પીએમ મોદીએ બદ્રી વિશાળની પૂજા અર્ચના કરી. 

— BJP (@BJP4India) October 21, 2022

બદ્રીનાથ ધામ પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદી કેદારનાથમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ ધામ પહોંચી ગયા છે. અહીં થોડવારમાં બદ્રીનાથના દર્શન કરશે. 

— ANI (@ANI) October 21, 2022

આદિગુરુ શંકરાચાર્ય સમાધિસ્થળની મુલાકાત લીધી
પીએમ મોદીએ આદિ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી અને દર્શન કર્યા. 

કેદારનાથ મંદિરમાં કરી પૂજા
પીએમ મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. 

ખાસ ડ્રેસમાં જોવા મળ્યા પીએમ મોદી
પીએમ મોદી હિમાચલના ખાસ ચોલા ડોરા ડ્રેસમાં જોવા મળ્યા છે. જેને ચાંબાની એક મહિલાએ પોતાના હાથે બનાવ્યો છે. પીએમ મોદીના હાલના હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન આ ડ્રેસ તેમને ગિફ્ટ કરાયો હતો. 

PM મોદી કેદારનાથમાં

  • 9 કલાકે કેદારનાથ રોપ વે પરિયોજનાનો શિલાન્યાસ...
  • 9: 25 કલાકે મંદાકિની-સરસ્વતી આસ્થા પર ચાલતાં વિકાસકાર્યોની સમીક્ષા....
  • 11:30 કલાકે બદ્રીનાથ મંદિરમાં પૂજા-દર્શન કરશે..
  • 12 કલાકે રિવરફ્રન્ટના વિકાસકાર્યોની સમીક્ષા...
  • 12:30 કલાકે માણા ગામમાં રસ્તા-રોપ વે પરિયોજનાનો શિલાન્યાસ...
  • 2 કલાકે અરાઈવલ પ્લાઝા અને સરોવરના વિકાસકાર્યોની સમીક્ષા... 

 
કેદારનાથ ધામને રોપ વેની ભેટ 

  • કેદારનાથ રોપ વેની લંબાઈ 9.7 કિલોમીટર..
  • ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે રોપ વે..
  • માત્ર 30 મિનિટમાં મુસાફરી કરી શકાશે...
  • પહેલાં 6 કલાક જેટલો લાગતો હતો સમય...
  • હેમકુંડ રોપ વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જોડશે...
  • રોપ વેની લંબાઈ 12.4 કિલોમીટર હશે...
  • માત્ર 45 મિનિટમાં મુસાફરી શક્ય બનશે..
  • રોપ વે ફૂલોની ઘાટી ઘાંઘરિયાને પણ જોડશે...
  • માણાથી માણા પાસ અને જોશીમઠથી મલારીના રસ્તાને પહોળો કરાશે...
  • રોપ વેની સુવિધાથી ધાર્મિક પ્રવાસનને વેગ મળશે...    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news