SBI એ પોતાના 45 કરોડ ગ્રાહકોને આપી મોટી ભેટ, જાણો શું થશે ફાયદો
SBI FD Rates: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.
Trending Photos
SBI FD Rates: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકો માટે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરો વધાર્યા છે. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ મુજબ નવા વ્યાજદર આજથી એટલે કે 14મી જૂન 2022થી લાગૂ થયા છે. બેંકે પોતાના 2 કરોડ રૂપિયાથી ઓછાના 211 દિવસથી લઈને 3 વર્ષ સુધીના ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરો બદલ્યા છે. સ્ટેટ બેંક પોતાના સીનીયર સિટિઝન્સને પણ તેનો ફાયદો કરાવી રહી છે.
આ છે લેટેસ્ટ રેટ
SBI ની અધિકૃત વેબસાઈટ મુજબ 211 દિવસથી લઈને એક વર્ષથી ઓછાસમયવાળી FD પર ગ્રાહકોને હવે 4.40 ટકાની સરખામણીએ 4.60 ટકા વ્યાજ મળશે. એક વર્ષથી લઈને 2 વર્ષની મુદ્દતવાળી FD પર 5.10 ટકાની જગ્યાએ 5.30 ટકા અને 2થી લઈને 3 વર્ષની મુદ્દતવાળી FD પર 5.20ની જગ્યાએ 5.35 ટકા વ્યાજ મળશે.
સીનીયર સિટિઝન્સને ફાયદો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે બેંકના સીનીયર સિટિઝન ગ્રાહકોને પણ ફાયદો થવાનો છે. 211 દિવસથી લઈને એક વર્ષથી ઓછા સમયવાળી એફડી પર ગ્રાહકોને હવે 4.90 ટકાની જગ્યાએ 5.10 ટકા વ્યાજ મળશે. એક વર્ષથી લઈને 2 વર્ષથી ઓછી મુદ્દતવાળી FD પર 5.60 ટકાની જગ્યાએ 5.80 ટકા અને 2થી લઈને 3 વર્ષથી ઓછી મુદ્દતવાળી એફડી પર 5.70 ટકાની સરખામણીએ 5.85 ટકા વ્યાજ મળશે.
એસબીઆઈ પોતાના સીનીયર સિટિઝન ગ્રાહકો માટે એક વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ "SBI Wecare" પણ ચલાવે છે. જેમાં તેમને પાંચ વર્ષથી લઈને 10 વર્ષની મુદ્દતવાળી FD પર વધારાનું 0.30 ટકા વ્યાજ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે