Mann Ki Baat: માતાનો ઉલ્લેખ કરીને આ રીતે પીએમ મોદીએ રસીનો ડર કર્યો દૂર, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને આજે સંબોધન કર્યું. મન કી બાતનો આ 78મો એપિસોડ હતો.

Mann Ki Baat: માતાનો ઉલ્લેખ કરીને આ રીતે પીએમ મોદીએ રસીનો ડર કર્યો દૂર, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને આજે સંબોધન કર્યું. મન કી બાતનો આ 78મો એપિસોડ હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કર્યા. તેમે કહ્યું કે જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સની વાત થઈ રહી હોય તો મિલ્ખા સિંહજી જેવા લેજન્ડરી એથલેટને કેવી રીતે ભૂલી શકાય. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા. 

મિલ્ખા સિંહને કર્યા યાદ
પીએમ મોદીએ કહ્યું કે મિલ્ખા સિંહજીને મે કહ્યું હતું કે તમે તો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે ટોક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથલેટ્સનું મનોબળ વધારવાનું છે. તેમને તમારા સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ ખેલને લઈને એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેઓઓ તેના માટે તરત હા પાડી દીધી પરંતુ દુર્ભાગ્યથી નિયતિને કઈક બીજુ મંજૂર હતું. 

हमारी Tokyo Olympics के लिए अब क्या तैयारी है ?

- ये सब ख़ुद जानें और दूसरों को भी बताएं |

मैं आप सब से आग्रह करना चाहता हूँ कि आप इस quiz competition में ज़रुर हिस्सा लीजिये |"

— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) June 27, 2021

તેમણે કહ્યું કે મને આજે પણ યાદ છે કે 2014માં તેઓ સૂરત આવ્યા હતા. ત્યાં અમે એક Night Marathon નું ઉદ્ધાટન કર્યું હતું. તે સમયે તેમની સાથે જે વાતચીતથઈ, ખેલ વિશે વાતથઈ તેમાંથી મને પણ ખુબ પ્રેરણા મળી હતી. આપણા દેશમાં તો મોટાભાગના ખેલાડીઓ નાના મોટા શહેરો, કસ્બા, ગામડામાંથી આવે છે. 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે alent, Dedication, Determination અને Sportsman Spirit એક સાથે મળે છે ત્યારે કોઈ ચેમ્પિયન બને છે. ટોકિયોમાં જઈ રહેલા આપણા ઓલિમ્પિક દળમાં અનેક એવા ખેલાડીઓ સામેલ છે, જેમનું જીવન ખુબ પ્રેરિત કરે છે. તેમના માતા પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હવે તેમનો પુત્ર પોતાના પહેલા ઓલિમ્પિક ખેલમાં રમવા જઈ રહ્યા છે. આ ફક્ત તેમના માતા પિતા નહીં પરંતુ આપણા બધા માટે ખુબ ગૌરવની વાત છે. 

કપરો સંઘર્ષ કરનારા પ્રવીણ જાધવની કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે આપણા પ્રવીણ જાધવ વિશે તમે સાંભળશો તો તમને પણ લાગશે કે કેટલા કપરા સંઘર્ષમાંથી પસાર થઈને પ્રવીણજી અહીં સુધી પહોંચ્યા છે. તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં રહે છે. તેઓ Archery ના સારા ખેલાડી છે. આવા જ એક ખેલાડી છે આપણા નેહા ગોયલજી. નેહા ટોકિયો જઈ રહેલી મહિલા હોકી ટીમની સભ્ય છે. તેમની માતા અને બહેનો, સાઈકલની ફેક્ટરીમાં કામ કરીને પરિવાર ચલાવે છે. 

સંઘર્ષ બાદ મળેલી સફળતાનો આનંદ અનેરો હોય છે
પીએમ મોદીએ કહ્યું કે સાથીઓ જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ જેટલી પણ ઊંચાઈ મેળવીએ છીએ, જમીન સાથે આ જોડાવ, હંમેશા આપણને આપણા મૂળ સાથે બાંધી રાખે છે. સંઘર્ષના દિવસો બાદ મળેલી સફળતાનો આનંદ પણ કઈક અલગ જ હોય છે. ટોકિયોમાં જઈ રહેલા આપણા ખેલાડીઓએ બાળપણમાં સાધનો-સંસાધનોની દરેક કમીનો સામનો કર્યો, પરંતુ તેઓ ડટી રહ્યા અને જોડાયેલા રહ્યા. પ્રિયંકાના પિતા બસ કન્ડક્ટર છે, બાળપણમાં પ્રિયંકાને તે બેગ ખુબ પસંદ હતી જે મેડલ મેળવનારા ખેલાડીઓને મળે છે.આ આકર્ષણમાં તેમણે પહેલીવાર રેસ-વોકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજે તેઓ તેના મોટા ચેમ્પિયન છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની પ્રિયંકા ગોસ્વામીનું જીવન પણ ખુબ શીખ આપે છે. પરિવારની આ પરંપરા તેમને ટોકિયો ઓલિમ્પિક્સમાં કામ આવશે. આ સિવાય શિવપાલજી, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ, હરિયાણા ભિવાનીના મનીષ કૌશિક વેગેરે ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો. 

ડોક્ટર્સ, CAs ને પીએમ મોદીની સલામ
આગામી મહિનાની પહેલી તારીખે ડોક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં ડોક્ટર્સના યોગદાનના પણ આપણે આભારી છીએ. આપણા ડોક્ટર્સે પોતાના જીવની પરવા કર્યા વગર આપણી સેવા કરી છે આથી આ વખતે નેશનલ ડોક્ટર્સ ડે પણ ખાસ બની જાય છે. પીએમ મોદીએ દેશના CAs ને પણ કઈક યાદ અપાવ્યું. તેમણે કહ્યું કે મે કેટલાક વર્ષ પહેલા દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાસેથી ગ્લોબલ લેવલની ભારતીય ઓડિટ ફર્મ્સનો ઉપહાર માંગ્યો હતો. આજે હું તેમને તેની યાદ અપાવવા માંગુ છું. 

છોડના ઔષધીય ગુણોનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે મને નૈનિતાલથી પરિતોષે લખ્યું છે કે તેમને ગિલોય અને બીજા અન્ય વનસ્પતિઓના આટલા ચમત્કારી મેડિકલ ગુણો વિશે કોરોના આવ્યા બાદ જ ખબર પડી. મધ્ય પ્રદેશના સતનાના એક સાથે છે શ્રીમાન રામલોટન કુશવાહાજી, તેમણે ખુબ જ પ્રશંસનીય કામ કર્યું છે. રામલોટનજીએ પોતાના ખેતરમાં એક દેશી મ્યુઝિયમ બનાવ્યું છે. આ મ્યુઝિયમમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજનો સંગ્રહ કર્યો છે. તેમને તે દૂર આંતરિયાળ વિસ્તારોમાંથી લાવ્યા છે. આ ઉપરાંત તેઓ દર વર્ષે અનેક પ્રકારના ભારતીય શાકભાજી ઉગાડે છે. આ એક ખુબ સારો પ્રયોગ છે. જેને દેશના અલગ અલગ ક્ષેત્રોમાં દોહરાવી શકાય છે.

ચોમાસાનું મહત્વ પણ સમાજાવ્યું
પીએમ મોદીએ ચોમાસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાદળ જ્યારે વરસે છે ત્યારે ફક્ત આપણા માટે જ નથી વરસતા પરંતુ વાદળ આવનારી પેઢીઓ માટે પણ વરસે છે. વરસાદનું પાણી જમીનમાં જઈને ભેગુ થાય છે, જમીનનું જળસ્તર સુધરે છે. આથી હું જળ સંરક્ષણને દેશની સેવાના જ એક સ્વરૂપ તરીકે માનું છું. પીએમ મોદીએ ઉત્તરાખંડના પૌડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતનો પણ ઉલ્લેખ કર્યો જેમણે ઉફરૈંખાલ વિસ્તારમાં પાણીનું મોટું સંકટ દૂર કર્યું છે. 

રસીનો ડર પણ પીએમ મોદીએ કર્યો દૂર
મધ્ય પ્રદેશના એક ગ્રામીણ સાથે વાત કરતા પીએમ મોદીએ લોકોના મનમાંથી રસીનો ડર દૂર કરવાની કોશિશ કરી. ફોન પર ગ્રામીણ રાજેશ હિરાવેએ જણાવ્યું કે વોટ્સએપ પર આવેલા સંદેશાઓના કારણે તેઓ ખુબ ડરી ગયા અને રસી લીધી નહીં. જેના પર પીએમ મોદીએ પોતાનો અને પોતાના માતાજીનો અનુભવ જણાવ્યો અને કહ્યું કે રસીથી ડરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યુંકે મારી માતા તો લગભગ 100 વર્ષના છે,તેમણે પણ રસીના બંને ડોઝ લીધા છે. ક્યારેક ક્યારેક તેનાથી તાવ આવી જાય છે પરંતુ તે ખુબ સામાન્ય હોય છે. થોડા કલાક માટે હોય છે. રસી ન લેવી  ખુબ જોખમી બની શકે છે. 

પીએમ મોદીએ કહ્યું કે આખુ વર્ષ રાત દિવસ મોટા મોટા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને આ બદલ આપણને વિજ્ઞાન પર  ભરોસો કરવો જોઈએ, વૈજ્ઞાનિકો પર ભરોસો કરવો જોઈએ અને આ જૂઠ ફેલાવનારા લોકોને વારંવાર સમજાવવું જોઈએ કે જોઈ ભાઈ એવું કઈ હોતું નથી, આટલા લોકોએ રસી લીધી છે કશું થતું નથી. 

પીએમ મોદીની અપીલ, આ ક્વિઝ કોમ્પિટિશનમાં લો ભાગ
પીએમ મોદીએ કહ્યું કે હું બધાને આગ્રહ કરું છું કે તમે બધા આ quiz competition માં જરૂર ભાગ લો. ભારતે પહેલા કેવું પરફોર્મ કર્યું છે? આપણી ટોકિયો ઓલિમ્પિક્સ માટે શું તૈયારી છે? આ બધુ પોતે પણ જાણો અને બીજાને પણ જણાવો. ક્લિ કરો રોડ ટુ ટોકિયો ક્વિઝ પર...

— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) June 27, 2021

આ અગાઉ 30મી મેના રોજ કરી હતી મન કી બાત
આ પહેલા પીએમ મોદીએ 30મી મેના રોજ 'મન કી બાત'ના 77મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે અનેક પડકારો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે પડકાર જેટલો મોટો હોય ભારતનો વિજય સંકલ્પ પણ એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાથી બહાર કાઢ્યો છે. 

જુઓ VIDEO

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news