તબાહી બાદ કેદારનાથનું ગૌરવ પાછું ફર્યું, હું સૌભાગ્યશાળી કે મને સેવાનો અવસર મળ્યો- PM મોદી
કાશી વિશ્વનાથથી શ્રી કેદારનાથ ધામ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિવભક્તિ અને આસ્થા કોઈથી છૂપાયેલી નથી. તેઓ આજે એકવાર ફરીથી ઉત્તરાખંડના કેદારનાથ ધામની મુલાકાતે છે.
Trending Photos
નવી દિલ્હી: કાશી વિશ્વનાથથી શ્રી કેદારનાથ ધામ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિવભક્તિ અને આસ્થા કોઈથી છૂપાયેલી નથી. તેઓ આજે એકવાર ફરીથી ઉત્તરાખંડના કેદરાનાથ ધામની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથધામમાં પહેલા તબક્કામાં થઈ ચૂકેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન પીએમ મોદી બીજા તબક્કામાં થનારા લગભગ 120 કરોડના ખર્ચે થનારા કાર્યોનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યું.
ગત શતાબ્દીની માંગ આ શતાબ્દીમાં પૂરી કરી
ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં રિટાયર્ડ ફૌજી ભાઈઓ માટે અમારી સરકારે વન રેંક વન પેન્શનને મંજૂરી આપી. જેનો ફાયદો કરોડો લોકોને થયો. હવે પહાડનું પાણી અને પહાડની જવાની બંને ઉત્તરાખંડના કામે આવી રહ્યા છે. કોરોનાકાળમાં ઉત્તરાખંડવાસીઓએ અદભૂત અનુશાસનનો પરિચય કરાવ્યો. અહીંની સરકાર ઝડપથી જનતાના હિત માટે કામ કરી રહી છે.
ગુલામીના સમયમાં આસ્થાને આંચ ન આવવા દીધી
પીએમ મોદીએ કહ્યું કે આદિ શંકરાચાર્યએ પવિત્ર મઠોની સ્થાપના કરી. ચાર ધામની સ્થાપના કરી, દ્વાદશ જ્યોતિર્લિંગોના પુર્નજાગરણનું કામ કર્યું. આદિ શંકરાચાર્ય બધુ ત્યાગીને દેશ, સમાજ અને માનવતા માટે જીવનારાઓ માટે એક સશક્ત પરંપરા ઊભી કરી. જ્યારે ભારત ગુલામ હતું ત્યારે તે સમયમાં પણ શંકરાચાર્યે હિન્દુ ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થા પર આંચ ન આવવા દીધી.
યુપીમાં કાશીનો કાયાકલ્પ
સમગ્ર દુનિયાએ અયોધ્યાના દીપોત્સવનો જોયો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. યુપીમાં કાશીનો કાયાકલ્પ થઈ રહ્યો છે. આજે આપણા વારસાને ગૌરવથી જોવાઈ રહ્યો છે. મથુરા-વૃંદાવનમાં વિકાસ કાર્ય પણ ઝડપથી થઈ રહ્યા છે. આજે ભારત નવા નવા સંકલ્પો સિદ્ધ કરી રહ્યું છે.
शंकरोति कल्याणम् इति शंकरः
शंकरोति कल्याणम् इति शंकरः એટલે જે કલ્યાણ કરે તે જ શંકર છે. આ સુક્તિને પણ આદિ શંકરાચાર્યજીએ ચરિતાર્થ કરી હતી. તેમણે ભારત અને વિશ્વના કલ્યાણ માટે પોતાની ચેતનાને સમર્પિત કરી. જ્યારે ભારત પોતાની એકજૂથતા ગુમાવી રહ્યું હતું ત્યારે શંકરાચાર્યએ કહ્યું હતું કે - नमे द्वेशरागो... मात्सर्य भव એટલે લોભ, રાગ દ્વેષ, ઈર્ષાને વશ થવું એ આપણો સ્વભાવ નથી. જ્યારે માનવ જાતિને જ્ઞાનની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમણે જ્ઞાનની ચેતનાનો સંચાર કર્યો.
કણ કણ સાથે જોડાઈ જાઉ છું
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ કેદારનાથ આવું છે ત્યારે અહીં કણ કણથી જોડાઈ જાઉ છું. આ કડીમાં અહીં તીર્થ પુરોહિતો માટે પણ સુવિધાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. આદિ ભૂમિની સેવા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. પુરોહિતોના ભક્તિભાવને મારા પ્રણામ. હવે શ્રદ્ધાળુઓના તીર્થાટન વધુ સુગમ થવાની સાથે સુખમય હશે. પોતાના વિશ્વાસને પોતાની આંખોથી જોવું સુખદ હોય છે.
અનેક સુવિધાઓની શરૂઆત
તેમણે કહ્યું કે આજે યાત્રી સેવાઓ અને તેમની સુવિધાઓ સંલગ્ન અનેક સેવાઓની શરૂઆત થઈ છે. મુસાફરો અને આ વિસ્તારના લોકોની સુવિધાઓ માટે તમામ સુવિધાઓ યુક્ત હોસ્પિટલ અને અહીં બનેલું સેન્ટર તમામ શ્રદ્ધાળુઓ અને મુસાફરોની કેદારનાથ યાત્રાને વધુ સુલભ બનાવવામાં આવશે.
You all are witness to the inauguration of Adi Shankaracharya Samadhi here today. His devotees are present here in spirit. All maths and 'jyotirlingas' in the country are connected with us today: PM Modi at Kedarnath, Uttarakhand pic.twitter.com/0lXVUvn56b
— ANI (@ANI) November 5, 2021
PM મોદીનું સંબોધન
પીએમ મોદીએ જય બાબા કેદારનાથના ઉદ્ઘોષ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ગોવર્ધન પૂજાના દિવસે બાબા કેદારનાથના દર્શન કરવા એ સૌભાગ્યની વાત છે. આ દરમિયાન આદિ શંકરાચાર્યની મૂર્તિ સામે બેસીને ધ્યાન ધરતી વખતે એવું લાગ્યું કે તેમની મૂર્તિથી પ્રવાહિત થઈ રહેલા તેજપૂંજથી સમગ્ર ભારતનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. શંકરાચાર્યજીની સમાધિ એકવાર ફરીથી ભવ્ય રીતે આપણી વચ્ચે હાજર છે. અહીં મંદાકિની નદી પર બનેલા પુલથી ગરુણ ચટ્ટીનો માર્ગ પણ સુગમ કરવામાં આવ્યો છે.
प्रधानमंत्री श्री @narendramodi ने आदिगुरु शंकराचार्य की समाधि का उद्घाटन किया। pic.twitter.com/CL6HNKKhXa
— BJP (@BJP4India) November 5, 2021
આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ
પીએમ મોદીએ મંદિરમાં પૂજન કર્યા બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. ત્યારબાદ પીએમ મોદી તે પ્રતિમા સામે ધ્યાનની મુદ્રામાં બેસી ગયા. આદિ ગુરુ શંકરાચાર્યના સમાધિ સ્થળેથી નીકળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં થયેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ કર્યું.
#WATCH Prime Minister Narendra Modi performs 'aarti' at Kedarnath temple in Uttarakhand pic.twitter.com/V6Xx7VzjY4
— ANI (@ANI) November 5, 2021
રુદ્રાભિષેક પણ કર્યો
કેદારનાથ મંદિરમાં પીએમ મોદીએ વિધિવિધાનથી પૂજન સમયે બાબા કેદારનાથનો રુદ્રાભિષેક પણ કર્યો. મંદિરમાં પૂજા બાદ તેઓ બહાર નીકળી ગયા.
Uttarakhand | PM Modi undertook circumambulation of the Kedarnath shrine after offering prayers pic.twitter.com/tyTTPI7jpE
— ANI (@ANI) November 5, 2021
કેદારનાથ બાબાના લીધા આશીર્વાદ
કેદારનાથ ધામમાં પૂજા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબાની આરતી કરતા દેશના કલ્યાણની પ્રાર્થના કરી. ત્યારબાદ પુરોહિતોએ પીએમ મોદીને તિલક કર્યું અને તેમને રુદ્રાક્ષની માળા, શોલ પહેરાવીને અભિવાદન કર્યું. મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ ભગવાન શિવના સ્વરૂપને સ્પર્શ કરતા શીશ નમાવ્યું અને આ રીતે પોતાના આરાધ્ય દેવના આશીર્વાદ લીધા.
शैल सुन्दर अति हिमालय, शुभ मन्दिर सुन्दरम ।
निकट मन्दाकिनी सरस्वती, जय केदार नमाम्यहम ।।
PM @narendramodi કેદારનાથમાં ભગવાન કેદારનો રુદ્રાભિષેક કરી રહ્યા છે, જુઓ કેટલીક તસવીરો... 🙏🙏🙏
— Zee 24 Kalak (@Zee24Kalak) November 5, 2021
મંદિરના ગર્ભગૃહમાં કરી પૂજા
પીએમ મોદીએ કેદારનાથ ધામમાં મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ બાબા કેદારનાથનો રુદ્રાભિષેક કર્યો. હવે તેઓ મંદિરની બહાર આવી ગયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં કેદારનાથ ધામથી પ્રધાનમંત્રી મોદીને લાઈવ નિહાળી રહ્યા છે. પીએમ મોદીએ ભગવાન શિવના સ્વરૂપ બાબા કેદારનાથને બાઘમ્બર વસ્ત્ર ભેટ કર્યા. તેમણે આ પહેલા મંદિરની પરિક્રમા પણ કરી.
Uttarakhand | PM Modi arrives at Kedarnath, to offer prayers at the shrine and also inaugurate Adi Shankaracharya Samadhi shortly pic.twitter.com/Lt1JGtxXFQ
— ANI (@ANI) November 5, 2021
પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચી ગયા છે. અહીં તેઓ કેદારનાથ ધામમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ પણ કરશે.
Prime Minister Narendra Modi arrives at Dehradun airport, to proceed to Kedarnath to offer prayers at the shrine and inaugurate Shri Adi Shankaracharya Samadhi
The PM was received by Uttarakhand Governor Lt Gen Gurmit Singh (Retd) and CM Pushkar Singh Dhami
(Pic source: CMO) pic.twitter.com/wA1HFgZquz
— ANI (@ANI) November 5, 2021
ત્રાસદીએ બદલી કેદારનાથની તસવીર
એવું કહેવાય છે કે જે કર્મયોગી શિવનું તપ કરે છે, તેનું પરિણામ પણ તેમના કાર્યોમાં જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિવ પર આસ્થા કાશીથઈ લઈને કેદારનાથસુધી શિવ ધામોના કાયાકલ્પમાં પણ જોવા મળે છે. લગભગ 8 વર્ષ પહેલા કેદારનાથ ધામમાં એક ભયાનક ત્રાસદી આવી હતી. જેણે કેદારનાથ ધામની તસવીર સંપૂર્ણ રીતે બદલી નાખી હતી.
દુર્ગમ પહાડ, વિપરીત ભૌગોલિક પરિસ્થિતિઓ, મુશ્કેલ હવામાન, લોકોને લાગતું હતું કે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામમાં જૂની રોનક હવે પાછી જોવા નહીં મળે. પરંતુ શિવ ભક્તિથી મળનારી સંકલ્પ શક્તિએ સ્વપ્નને સત્ય કરી દેખાડ્યું. વર્ષ 2013ની ત્રાસદી બાદ કેદારનાથ ધામ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. હવે ત્યાં કેદારનાથ મંદિર, શ્રદ્ધાળુઓ અને ત્યાં રહેનારા સેવાદારોની સેફ્ટીની પૂરેપૂરી વ્યવસ્થા થયેલી છે.
જુઓ Video
6 વાર કેદારનાથ ધામ ગયા છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવર્ધનપૂજાવાળા દિવસે કેદારનાથ ધામમાં હશે. તેમના મનમાં શ્રી કેદારનાથ ધામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા છે. પ્રધાનમંત્રી બન્યા તે પહેલાથી તેઓ કેદારનાથ ધામની યાત્રાએ જતા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના પહેલા કાર્યકાળમાં તેમણે 6 વાર કેદારનાથની યાત્રા રી છે. આ વખતે પણ દિવાળીના એક દિવસ બાદ બેસતા વર્ષે પીએમ મોદી કેદારધામમાં હશે. આ દરમિયાન કેદારનાથ ધામના પુર્નનિર્માણના પહેલા તબક્કાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
આદિ શંકરાચાર્યની સમાધિ ફરીથી તૈયાર
પીએમ મોદી જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે તેમાં આદિ શંકરાચાર્યજીની સમાધિ પણ સામેલ છે. વર્ષ 2013ની ત્રાસદીમાં આ સમાધિ નષ્ટ થઈ ગઈ હતી. પુર્નનિર્માણ બાદ આદિ શંકરાચાર્યની સમાધિનું સ્વરૂપ વધુ ભવ્ય હશે. પ્રધાનમંત્રી પોતે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સરસ્વતી રિટેનિંગ વોલ આસ્થા પથ અને ઘાટ તથા મંદાકિની રિટેનિંગ વોલ આસ્થા પથનું પણ ઉદ્ધાટન કરશે. તેઓ તીર્થ પુરોહિત ઘરો અને મંદાકિની નદી પર ગરૂડ ચટ્ટી પુલનું પણ ઉદ્ધાટન કરશે.
180 કરોડના નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ
આ ઉપરાંત પ્રધાનમંત્રી 180 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા અનેક પ્રોજેક્ટની આધારશિલા રાખશે. આ પ્રોજેક્ટમાં સંગમ ઘાટનો પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પર્યટક સુવિધા કેન્દ્ર, પ્રશાસનિક કાર્યાલય તથા હોસ્પિટલ, બે ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થા પથ કતાર પ્રબંધન તથા રેનશેલ્ટર, અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન પણ સામેલ છે. જે પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રી આજે ઉદ્ધાટન કરશે તેની આધારશિલા પણ પ્રધાનમંત્રીએ જ રાખી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે