ઉદ્ધવ નહી આ નેતાના હાથમાં હશે મહારાષ્ટ્રની 'કમાન', વાંચો જાણકારો શું કહે છે
મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યમંત્રીની ખુરશી પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ અત્યાર સુધી રિમોટ કંટ્રોલ હાથમાં રાખનાર ઉદ્ધવ ઠાકરેની સરકારનું રિમોટ કંટ્રોલ તેમના હાથમાં રહેશે નહી. મહા વિકાસ અઘાડી સરકારનું કેંદ્વ માતોશ્રી નહી પરંતુ એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ના ઘરે સિલ્વર ઓક હશે અને શરદ પવાર આ સરકારના મોટા નિર્ણયો પર પોતાની અસર પાડશે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યમંત્રીની ખુરશી પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ અત્યાર સુધી રિમોટ કંટ્રોલ હાથમાં રાખનાર ઉદ્ધવ ઠાકરેની સરકારનું રિમોટ કંટ્રોલ તેમના હાથમાં રહેશે નહી. મહા વિકાસ અઘાડી સરકારનું કેંદ્વ માતોશ્રી નહી પરંતુ એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ના ઘરે સિલ્વર ઓક હશે અને શરદ પવાર આ સરકારના મોટા નિર્ણયો પર પોતાની અસર પાડશે.
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકારના કિંગ હશે. પરંતુ જે મહારાષ્ટ્રના રાજકારણને સમજે તે પણ જાણે છે કે આ સરકારના કિંગ મેકર શરદ પવારની મરજી વગર મહારાષ્ટ્રની નવી સરકારમાં કંઇપણ થઇ શકશે નહી કારણ કે શરદ પવારજ આ સરકારનો પાયો છે અને કોંગ્રેસ અને શિવસેનાને જોડનાર ફેવીકોલ પણ અને તેમને નારાજ કરવાનો અર્થ છે કે સરકારની કહાની ખતમ કરવી.
આ સમગ્ર ગણિતને તમે આ પ્રકારે સમજો મંગળવારે બે તસવીરો સામે આવી. પહેલીમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર ઉદ્ધવ ઠાકરે પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેના રૂમમાં જઇને નમન કરે છે અને બીજી તસવીરમાં શરદ પવાર સામે નતમસ્તક થતાં જોવા મળે છે. આ તસવીર વ્યક્ત કરે છે કે ઉદ્ધવ ઠાકરે પણ જાણે છે કે પાંચ વર્ષ માટે તે સીએમ તો બની ગયા છે. પરંતુ તેમની ખુરશી ત્યાં સુધી છે જ્યાં સુધી શરદ પવાર ઇચ્છે છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી સાથે સરકાર ચલાવવી ઉદ્ધવ ઠાકરે માટે એટલું સરળ નથી.
હવે એ તો નક્કી છે કે મહારાષ્ટ્રની સત્તાનું કેન્દ્ર માતોશ્રી નહી પરંતુ સિલ્વર ઓક હશે. જ્યાં શરદ પવાર રહે છે. અને સરકારનો તમામ પાવર પવારના ઘરેથી ચાલશે. શરદ પવાર સરકાર બનાવતાં પહેલાં જ પોતાના નિવેદનથી શિવસેનાને ચોંકાવી ચુક્યા છે.
બીજી તરફ રાજકીય જાણકારોનું માનીએ તો અજિત પવારની બગાવત બાદ શરદ પવાર પોતાના અનુભવ અને રાજકીય કુશળતાથી મહા વિકાસ અઘાડીની સરકારને પાટા પર લઇ જાય. પરંતુ શરદ પવાર ઇચ્છશે તો સરકારને પાટા પરથી ઉતારવામાં સમય લાગશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે