બરાબર જોઈ લો રાજકોટના આ નરાધમને, કામ જાણીને કરશો થૂં...થૂં...

રાજકોટ (Rajkot)માં એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના પરિવારજનોએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આરોપી ભરત સોલંકી (Bharat Solanki)ની ધરપકડ કરી છે.

બરાબર જોઈ લો રાજકોટના આ નરાધમને, કામ જાણીને કરશો થૂં...થૂં...

રાજકોટ/રક્ષિત પંડ્યા : રાજકોટ (Rajkot)માં એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના પરિવારજનોએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આરોપી ભરત સોલંકી (Bharat Solanki)ની ધરપકડ કરી છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો ઘંટેશ્વર પાસેના એક વિસ્તારમાં રહેતી મહિલાએ તેના જ કાકાજી સસરા ભરત કાનજીભાઈ સોલંકી (રહે.ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર, જામનગર રોડ રાજકોટ) સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાની આઠ વર્ષની બાળા સાથે તેના દાદા ભરત સોલંકીએ તેના મકાનમાં બોલાવી તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બાળકી ચાર બે ભાઈ બે બહેનના પરિવારમાં વચેટ છે. તેના પિતા મજૂરીકામ કરે છે. બનાવ અંગે બાળાની માતાની ફરિયાદ પરથી પોલીસે ભરત સોલંકી સામે આઈપીસીની કલમ 354(બી), 506(2) તથા પોકસો એકટની કલમ 3,4 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news