Video: Harleen Deol ના 'આશ્વર્યજનક' કેચ પર ફીદા PM Modi, પ્રશંસામાં કહી આ વાત

ઇગ્લેંડ (England) વિરૂદ્ધ ભારતીય ટીમની ક્રિકેટર હરલીન દેઓલ (Harleen Deol) એ આશ્વર્યજનક કેચ વડે દરેકનું દિલ જીતી લીધું છે. દુનિયાભરમાં આ ભારતીય ખેલાડીની વાહવાહી થઇ રહી છે. 

Video: Harleen Deol ના 'આશ્વર્યજનક' કેચ પર ફીદા PM Modi, પ્રશંસામાં કહી આ વાત

નવી દિલ્હી: ઇગ્લેંડ (England) વિરૂદ્ધ ભારતીય ટીમની ક્રિકેટર હરલીન દેઓલ (Harleen Deol) એ આશ્વર્યજનક કેચ વડે દરેકનું દિલ જીતી લીધું છે. દુનિયાભરમાં આ ભારતીય ખેલાડીની વાહવાહી થઇ રહી છે અને આ સિલસિલો રોકાવાનું નામ લઇ રહ્યો નથી. આ દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ આ ખેલાડીની પ્રશંસા કરવામાં પાછળ રહ્યા નહી. 

પીએમ મોદીએ કરી હરલીનની પ્રશંસા
પીએમ મોદી (PM Narendra Modi) પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હરલીન દેઓલ (Harleen Deol) નો વીડિયો શેર કર્યો છે. આ હરલીનના કેચનો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પીએમએ હરલીનને ટેગ કરીને આ વીડિયો પોતાની ઇંસ્ટા સ્ટોરી પર શેર કર્યો અને લખ્યું, ‘Phenomenal, well done’.

તમને જણાવી દઇએ કે હરલીન દેઓલ (Harleen Deol) નો આ કેચ જોઇને દરેક જણ આશ્વર્યચકિત રહી ગયું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને દરેક જગ્યાએ તેમના કેચની પ્રશંસા થઇ રહી છે. 

સચિનએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર હરલીનના કેચનો વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું, આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.'

 

— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021

હરલીનએ એમી જોંસને કંઇક આ રીતે પેવેલિયન મોકલ્યા
નોર્થમ્પ્ટનમાં રમાયો રમાયેલા આ મુકાબલામાં મેજબાન ઇંગ્લેંડ (India women vs England Women 1st T20) એ પહેલાં બેટીંગ કરતાં 19 ઓવરમાં 4 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. તે સમયે એમી જોંસ ( Amy Ellen Jones) 26 બોલમાં 43 રન બનાવીને બેટીંગ કરી રહી હતી. જોંસે શિખા પાંડેના બોલને લોન્ગ ઓફ તરફ રમ્યો. 

ત્યારબાદ હરલીને કેચ પકડવા માટે પોતાની એથલેટિક્સ સ્કિલનો પરિચય આવતાં હવામાં છલાંગ લગાવી દીધી. તેમણે બોલને લપકી લીધો અને જ્યારે ખબર પડી કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દેધો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતી રહી. પરંતુ તેમછતાં હરલીનએ બાઉન્ડ્રીની અંદર ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો. 

— Mazher Arshad (@MazherArshad) July 9, 2021

ઇંગ્લેંડએ ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે મેચ જીતી
ઇંગ્લેંડએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ પર 177 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 8.4 ઓવરમાં 3 વિકેટ પર 54 રન બનાવી ચૂકી હતી ત્યારબાદ વરસાદે ખલેલ ઉભી કરી. સતત વરસાદના લીધે આગળની રમત સંભવ થઇ શકી નહી અને મેજબાન ટીમને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 18 રનથી વિજેતા જાહેર કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news