close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

prime minister narendra modi

બ્રિક્સ સંમેલન આજથી શરૂ, વેપાર અને આતંકવાદના મુદ્દાઓ પર રહેશે PM મોદીનું ફોકસ

બ્રાજીલમાં આજે (13 નવેમ્બર)થી શરૂ થઇ રહેલી બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Prime Minister Narendra Modi) બ્રાજીલ પહોંચી ચૂક્યા છે. બ્રાજીલ રવાના થતાં પહેલાં મંગળવારે તેમણે કહ્યું કે તે વ્યાપક સહયોગના વિભિન્ન મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓની સાથે ચર્ચાને લઇને આશાન્વિત છે.

Nov 13, 2019, 08:45 AM IST
1 Year Completed To The Statue Of Unity PT1M14S

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 1 વર્ષ પૂર્ણ, સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ શણગારાયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ કરવામાં આવી છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટ અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓને એક અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુના એક વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેને કારણે વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે. ત્યારે સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાયટીંગ કરવામાં આવી આ સાથે તેને રંગબેરંગી લાઈટો થી સજાવવા માં આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દુલહનની જેમ સજાવવા આવ્યું છે.

Oct 26, 2019, 02:45 PM IST
President Of India Ramnath Kovind Will Be The Guest Of Gujarat PT2M11S

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે ગુજરાતના મહેમાન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. 12 અને 13 ઑક્ટોબર રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની સૌજન્ય મુલાકાત લેશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સાથે રાજભવનમાં બેઠક કરશે. 12 ઓક્ટોબરે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે. 13 ઑક્ટોબર બપોરે રાષ્ટ્રપતિ રવાના થશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.

Oct 8, 2019, 04:00 PM IST
PM Modi Inaugurates Gandhi Solar Park At UN Headquarters PT4M55S

UNના મુખ્યાલયમાં PM મોદીએ કર્યું ગાંધી સોલાર પાર્કનું ઉદ્ધાટન

સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીજી પર સંયુક્ત રાષ્ટ્ર ટપાલ ટિકિટ જાહેર કરી. આ ટપાલ ટિકિટ સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા નામના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી. આ પહેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગાંધી સોલાર પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું.

Sep 25, 2019, 11:50 AM IST

PSI ફિણવીયા સ્યુસાઈડ : ફોટો પાડવા પોતાના બંદૂક આપનાર PSI કોંકણીને સસ્પેન્ડ કરાયા

ગઈકાલે નવસારીના પીએસઆઈ ફિણવિયાએ કેવડીયામાં પીએમના બંદોબસ્ત સમયે આત્મહત્યા કરી હતી. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. ત્યારે સાથી પીએસઆઈ બી.કોંકણીને નવસારી જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યાં છે. નર્મદા એસપીના પ્રાથમિક રિપોર્ટને ધ્યાને લઈ પીએસઆઈ કોંકણીને સસ્પેન્ડ કરાયા છે. આમ, મિત્રતાના નાતે પોતાની સર્વિસ રિવોલ્વર આપવી પીએસઆઈ કોંકણીને ભારે પડ્યું હતું. 

Sep 18, 2019, 10:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી મોટી ગિફ્ટ

આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  

Sep 17, 2019, 03:58 PM IST

પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા. 

Sep 17, 2019, 02:52 PM IST

કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી

નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.  

Sep 17, 2019, 02:30 PM IST

PM Modi Birthday : સરદાર પટેલનું સપનુ થયુ સાકાર, મોદીએ બતાવ્યું જળસાગર અને જનસાગરનું મિલન

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી. 

Sep 17, 2019, 12:12 PM IST

PM Modi Birthday Live: નર્મદા નીરના વધામણા બાદ ગરુડેશ્વર પહોંચ્યા પીએમ, દત્ત ભગવાન સામે શિશ ઝૂકવ્યૂં

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા નદીના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર પહોંચ્યા છે. જન્મદિવસ હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ તેઓ બપોરે હીરાબાના આર્શીવાદ લે તેવી શક્યતા છે.    

Sep 17, 2019, 11:36 AM IST

હેલિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીએ નર્મદા ડેમના એરિયલ વ્યૂનો Video બનાવ્યો, જુઓ

પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પસવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  

Sep 17, 2019, 09:47 AM IST

નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાનું બાળપણ (Childhood) વડનગર (Vadnagar)માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથેની બાળપણની ક્ષણો વડનગરવાસીઓ વાગોળી રહ્યાં છે. સાથે સાથે દેશ માટે લીધેલ અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે અને શર્મિષ્ઠા તળાવનો એક રોચક પ્રસંગ પણ યાદ કર્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણમાં ભણાવતા તેમના શિક્ષિક નરેન્દ્ર મોદી (Narendra Modi Birthday)ને ભણાવ્યા હતા તેનો આજે એ શિક્ષિકા આનંદ સાથે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, નાનપણમાં નરેન્દ્ર મોદી (Happy Birthday PM) ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી (happy birthday narendra modi)ના શિક્ષક પ્રહલાદ પટેલ તથા તેમના મિત્રો ઈશ્વરજી, વિષ્ણુભાઈ બારોટ, જાસૂદ પઠાણ તથા નિલેશ બારોટ અને ઉત્તમ પટેલ જેવા સ્થાનિકોએ પીએમ મોદીના વડનગરના સંસ્મરણો વિશે વાત કરી હતી. 

Sep 17, 2019, 09:26 AM IST

PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશબાજી કરાઈ

હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. લાડીલા નેતાનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રાત્રે 12 વાગ્યે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વાય જંકશન પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રોગ્રામમાં સુરતીઓ ડાંસ અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર ભારે વરસાદ વચ્ચે 8-10 મિનિટ આતિષબાજી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ આતિષ બાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતી. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ડુમસ રોડ પર આવેલા વાય જનક્શન પર ઉજવણીનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 08:16 AM IST

નર્મદે સર્વદે.... પીએમ મોદીએ કર્યા નર્મદા નીરના વધામણાં, નદીને શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી

પોતાના 70મા જન્મદિવસને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરશે. પરંતુ પોતાના જન્મદિવસ પર વહેલી સવારે હીરાબાના આર્શીવાદ લેવાનો તેમનો નિત્યક્રમ તૂટ્યો હતો. મોડી રાત્રે તેઓ ગુજરાત પહોંચ્યા હતા. જેના બાદ સવારે ગાંધીનગરથી કેવડિયા જવા રવાના થયા હતા. પોતાના જન્મદિવસ પર નિત્યક્રમ મુજબ તેમણે યોગાભ્યાસથી શરૂઆત કરી હતી. 

Sep 17, 2019, 07:28 AM IST
G7 summit: PM Modi to meet Donald Trump in France today PT1M23S

આજે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે, 45 મિનિટ ચાલશે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિયારિત્ઝ પહોંચી ગયા છે. તેઓ બહેરીનના બે દિવસની પ્રવાસ બાદ ફ્રાન્સ પહોંચા છે. હવે બધાની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર રહેશે. સોમવારના ભારતીય સમયાનુસાર આ બંને નેતાઓની મુલાકાત 3:45 કલાકે થઇ શકે છે. આ મુલાકાત 4:30 સુધી ચાલી શકે છે.

Aug 26, 2019, 01:35 PM IST

G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા PM મોદી, ટ્રમ્પ સાથે થશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિયારિત્ઝ પહોંચી ગયા છે. તેઓ બહેરીનના બે દિવસની પ્રવાસ બાદ ફ્રાન્સ પહોંચા છે. હવે બધાની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર રહેશે

Aug 26, 2019, 08:02 AM IST

UAE ની યાત્રા બાદ બહેરીન પહોંચ્યા મોદી, અહીં પહોંચનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન

વડાપ્રધાન મોદીની યુએઇની એક દિવસીય યાત્રા બાદ શનિવારે અબુધાબીથી બહેરીન પહોંચ્યા. બહેરીનનાં નનામાં પહોચવા પર એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ બહેરીન પહોંચ્યા છે. બહેરીન પહોંચીને નરેન્દ્ર મોદીએ પ્રિંસ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની બહેરીનની આ પહેલી યાત્રા છે. 

Aug 24, 2019, 07:34 PM IST

PM મોદીને આજે મળશે UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ક્રાઉન પ્રિન્સ સાથે થશે દ્વિપક્ષીય વાર્તા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાતે ફ્રાન્સથી અબુધાબી પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પોતાના પ્રવાસ બાદ શુક્રવારે પેરિસથી અબુધાબી પહોંચ્યા હતાં.

Aug 24, 2019, 07:20 AM IST

PMની ‘મન કી બાત’ બાદ હવે CM રૂપાણી રાજ્યના લોકો સાથે કરશે ‘મનની મોકળાશ’

પ્રધાનમંત્રીની મન કી બાતની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના સીએમ વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે.

Aug 5, 2019, 08:09 PM IST

વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઇ PM મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે.

Jul 25, 2019, 11:59 AM IST