close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !

પ્રિયંકા ચોપડાએ સિગરેટ પીતી એક તસ્વીર સોશિયલ મીડિયા પર નાખીને પોતાની મુસીબત વધારી છે, હવે ટ્વીટર પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

Updated: Jul 21, 2019, 07:02 PM IST
સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !

નવી દિલ્હી : અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાનાં 37માં જન્મ દિવસ પ્રસંગે 18 જુલાએ પોતાનાં પરિવાર અને મિત્રો સાથે એક યોટ પાર્ટી સેલિબ્રેટ કરી. આ પાર્ટીની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જો કે આ વાઇરલ તસ્વીરોમાંથી એખ તસ્વીર પ્રિયંકાના ગળામાં હાડકુ બનતી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં પ્રિયંકા સિગરેટ પીતી જોવા મળી રહી છે જેના કારણે લોકો તેમના પર ભડકી રહ્યા છે. આ તસ્વીરમાં પ્રિયંકાને સ્પષ્ટ રીતે સિગરેટ પીતી જોવા મળી શકે છે એટલું જ નહી તસ્વીરમાં તેમની માં મઘુ ચોપડા અને પતિ નિક જોનાસને પણ આ સિગાર પીતા જોઇ શકાય છે. 

PM મોદીને ખાસ મળવા માટે થોડા કલાકો માટે જ ભારત આવશે ઇઝરાયેલી વડાપ્રધાન
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ થોડા વર્ષો પહેલા જ અસ્થમાથી પીડિત હોવાની વાત સ્વીકારી હતી. જ્યારથી તેઓ પાંચ વર્ષની હતી. બિમારી અંગે જાગૃતતા વધારવા માટે તેઓ સિપ્લા રેસ્પિરેટરી સાથે કેંપેઇનમાં જોડાયા. બસ હવે લોકો તેમનાં આ જ કેમ્પેઇનને યાદ કરાવે છે. લોકો તેને પાખંડી પણ કહી રહ્યા છે. 

VIDEO : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વાણીવિલાસ, કહ્યું, 'અમે નાળાની સફાઈ કરવા બન્યા નથી....'

ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી
લોકો પ્રિયંકાની 2010ની એક પોસ્ટ (જેમાં તે સ્મોકિંગ ખોટુ હોવાની સલાહ આપી રહી છે) લગાવતી તસ્વીર શેર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની દમની વાત કરતા પ્રિયંકાએ દિવાળીમાં ફટાકડા નહી ફોડવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે હવામાં ભળેલું ઝેર બિમાર લોકોને શ્વાસ લેવામાં પરેશાની પણ પેદા કરે છે. ત્યાર બાદ પ્રિયંકાના જોધપુર લગ્ન દરમિયાન ફટાકડા ફોડવા બદલ પણ લોકોનાં નિશાને ચડી હતી.