World Cup 2019: છઠ્ઠું વિશ્વ કપ ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ
વિશ્વ કપની સફળતાનો પર્યાય ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ પોતાની ક્રિકેટ સંસ્કૃતિમાં ઘણો ફેરફાર કર્યો છે અને હવે ટીમ રમતના આ મહાસાગરમાં છઠ્ઠી ટ્રોફી પોતાના નામે કરવાના ઈરાદા સાથે ઉતરશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ કપની સફળતાનો પર્યાય ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ પોતાની ક્રિકેટ સંસ્કૃતિમાં ઘણો ફેરફાર કર્યો છે અને હવે ટીમ રમતના આ મહાસાગરમાં છઠ્ઠી ટ્રોફી પોતાના નામે કરવાના ઈરાદા સાથે ઉતરશે. પાંચ વખતની વિજેતાએ બોલ ટેમ્પરિંગના તોફાનનો મજબૂતી સાથે સામનો કર્યો અને હાલમાં ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ તેની ધરતી પર મળેલી જીત તેના 'ક્યારેય હાર ન માનવાની જીદ'નો પૂરાવો છે.
ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ એક વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરવાથી ટીમ મજબૂત થઈ છે અને તેનાથી ટીમના અન્ય સભ્યોનું પણ મનોબળ વધ્યું છે. ટીમે બ્રિસબેનમાં પોતાની વિશ્વકપ અભ્યાસ શિબિર સમાપ્ત કરી. ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ વનડે ટીમ ઓસ્ટ્રેલિયાને રેકોર્ડ પાંચમી વાર ટ્રોફી પોતાના નામે કરી જેમાં 1999થી 2007 સુધી સતત ત્રણ જીત હાસિલ કરી છે.
તેમાં કોઈ શંકા નથી કે સતત ત્રણ જીત અભૂતપૂર્વ સિદ્ધિ છે પરંતુ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો એવો રહ્યો છે કે 1987માં પણ ટીમ ટાઇટલ જીતી હતી જ્યારે તેણે પોતાના કેટલાક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓએ બહાર થયા બાદ પ્રવેશ કર્યો હતો.
ચાર વર્ષ પહેલા બીજીવાર ન્યૂઝીલેન્ડની સાથે યજમાની દરમિયાન ઓસ્ટ્રેલિયાને મજબૂત દાવેદારોમાં માનવામાં આવતું નહતું પરંતુ મેલબોર્ન ક્રિકેટ મેદાન પર ટીમ ફરી ચેમ્પિયન બની હતી.
તેમાં કોઈ ચોંકાવનારી વાત નથી કે ફિન્ચની આગેવાનીવાળી ટીમ 14 જુલાઈએ લોર્ડ્સ પર પોતાનું છઠ્ઠું ટાઇટલ જીતે. વોર્નરે એક વર્ષ બાદ વાપસી કરી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા આશરે 700 રન બનાવ્યા અને તેણે વિશ્વ કપ માટે વિરોધી બોલરોને ચેતવણી જાહેર કરી દીધી છે.
પરંતુ સ્મિથ વોર્નરની જેમ પ્રદર્શન કરી શક્યો નથી પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાલમાં પોતાના ફોર્મની ઝલક આપી હતી. આઈપીએલના છેલ્લા તબક્કામાં ફોર્મ હાસિલ કરનાર સ્મિથે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અણનમ 89 અને 91 રન બનાવ્યા હતા.
આ બંન્ને ખેલાડી કેપટાઉનમાં બોલ છેડછાડની ઘટનાની ભરપાઇ કરવા માટે વિશ્વકપના મોટા મંચનો ઉપયોગ કરશે. હવે તે જોવાનું રહેશે કે વોર્નરને બેટિંગમાં પોતાનું ઓપનરનું સ્થાન મળશે કે પછી તે ત્રીજા સ્થાને બેટિંગ કરશે. 104 વનડે ઈનિંગમાં માત્ર તે એકવાર ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતર્યો નથી.
પ્રતિભાની ઉંડાઇને જોતા પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં ઘણા મોટા નિર્ણયો લીધા. ટીમે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બ, ફાસ્ટ બોલર જોશ હેઝલવુ નથી જ્યારે ડાર્સી શોર્ટ, કેન રિચર્ડસન, એશટન ટર્નર અને મેથ્યૂ વેડને પણ જગ્યા મળી નથી.
ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), જેનસ બેહરેનડોર્ફ, એલેક્સ કેરી(વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસમાન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે