Punjab Crisis: હરીશ રાવતના કેપ્ટન અમરિન્દર સિંહ પર આકરા પ્રહાર, કહ્યું- સંકટ સમયે સોનિયા ગાંધીનો સાથ છોડી દીધો

કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે દહેરાદૂનમાં કહ્યું કે અમરિન્દર સિંહને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે પાર્ટીએ તેમને ખુબ સન્માન આપ્યું છે.

Punjab Crisis: હરીશ રાવતના કેપ્ટન અમરિન્દર સિંહ પર આકરા પ્રહાર, કહ્યું- સંકટ સમયે સોનિયા ગાંધીનો સાથ છોડી દીધો

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં મચેલું ઘમાસાણ ખતમ થવાનું જાણે નામ જ નથી લેતું. વિવાદ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે થયેલી 2 કલાકની મુલાકાત બાદ પણ વિવાદ અટક્યો નથી. બીજી બાજુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસ છોડી દેવાની જાહેરાતથી હંગામો મચી ગયો છે. જે ચન્ની સરકાર માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે. 

કોંગ્રેસે અમરિન્દર સિંહને ખુબ સન્માન આપ્યું
કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે દહેરાદૂનમાં કહ્યું કે અમરિન્દર સિંહને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે પાર્ટીએ તેમને ખુબ સન્માન આપ્યું છે. આજે જ્યારે દેશની સામે લોકતંત્ર બચાવવાનો સવાલ છે ત્યારે એવા સમયે અમરિન્દર સિંહ પાસેથી એવી આશા કરવામાં આવી રહી હતી કે તેઓ સોનિયા ગાંધી સાથે રહીને લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરે. 

— ANI_HindiNews (@AHindinews) October 1, 2021

કોઈ દબાણમાં છે કેપ્ટન અમરિન્દર સિંહ
હરીશ રાવતે કહ્યું કે 2-3 દિવસથી અમરિન્દર સિંહના જે નિવેદનો આવ્યા છે તેનાથી એવું લાગે છે કે તેઓ કોઈ પ્રકારના દબાણમાં છે. સત્તાધારી (પંજાબ) જેને પંજાબના ખેડૂતો પંજાબના લોકો પંજાબના વિરોધી માને છે, તેઓ અમરિન્દર સિંહનો ઉપયોગ કરવા માંગે છે. હું ફરીથી કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં કેપ્ટન અમરિન્દર સિંહે જે પણ વાતો કરી છે તેના પર ફરી વિચાર કરે અને ભાજપ જેવી ખેડૂત વિરોધી, પંજાબ વિરોધી પાર્ટીને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ ન પહોંચાડે. 

ચન્ની મળશે પીએમ મોદીને
આ બાજુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી  બન્યા બાદ પીએમ મોદી સાથે તેમની આ પહેલી મુલાકાત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news