પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ હશે ચૂંટણીના કેપ્ટન, ઇલેક્શન કમિટીમાં CM ચન્ની માત્ર સભ્ય
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે તે જાણકારી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને સમિતિના સભ્યને બનાવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબમાં 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેને લઈને વિભિન્ન રાજકીય પાર્ટીઓ અલગ-અલગ વચન આપી રહી છે. તો રાજકીય દળોએ ચૂંટણી સંબંધિત કમિટીઓની જાહેરાત પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે કોંગ્રેસ પંજાબ ઇલેક્શનની રચના કરી દીધી છે. પંજાબમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
કમિટીમાં ઘણા મોટા નામ છે સામેલ
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે તે જાણકારી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને સમિતિના સભ્યને બનાવવામાં આવ્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા અંબિકા સોનીને સમન્વય સમિતિના અધ્યક્ષ અને સુનીલ જાખડને પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાને જાગેરાત પત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રદશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર કૌર ભટ્ટલ, એચએસ હંસપાલ તથા મહેન્દ્ર સિંહને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભા તથા લોકસભામાં પાર્ટીના સભ્યોની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને પણ સમિતિમાં રાખવામાં આવ્યા છે.
Congress appoints Pradesh Election Committee of Punjab ahead #PunjabElections2022
Party's state chief Navjot Singh Sidhu to be the Chairman of the Committee. pic.twitter.com/QMe6xWSngl
— ANI (@ANI) December 13, 2021
સિદ્ધુને લઈને આશંકા થશે ખતમ
નવજોત સિંહ સિદ્ધુને આ કમિટીના અધ્યક્ષ બનાવ્યા બાદ પાર્ટીમાં તેમના ઘટતા કદને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકા ખતમ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સિદ્ધુએ એક રેલી દરમિયાન ખુદને નામમાત્રના અધ્યક્ષ ગણાવ્યા હતા. સિદ્ધુએ ત્યાં સુધી કહ્યુ હતુ કે તેમના હાથમાં કોઈ પાવર નથી અને તે પાર્ટી મહાસચિવોની નિમણૂંક કરી શકતા નથી. ત્યારબાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પંજાબ કોંગ્રેસનો વિવાદ હજુ ખતમ થયો નથી. પરંતુ સિદ્ધુની નિમણૂકની સાથે હાઈકમાને સંકેત આપી દીધો છે કે સિદ્ધુની પાસે પાવર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે