પંજાબમાં ભુખમરો વધ્યો ! મંત્રીએ કહ્યું કહ્યું કે પંજાબીઓ ડાયેટિંગ કરી રહ્યા છે

ભુખમરા અંગે નીતિ પંચના અહેવાલમાં પંજાબની રેંક ગત્ત વર્ષની તુલનાએ બે પોઇન્ટ ઘટ્યો છે. પહેલા પંજાબ 10માં સ્થાન પર હતો જ્યારે હાલમાં જ આવેલા અહેવાલમાં પંજાબમાં 12માં નંબર પર ખસી ગયું. બીજી તરફ નીતિ પંચનાં રિપોર્ટને ગંભીરતાથી લેવાનાં બદલે પંજાબના મંત્રીઓના હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પંજાબના હેલ્થ મિનિસ્ટર બલબીર સિદ્ધુએ પંજાબમાં ભુખમરો વધવાનાં રિપોર્ટ પર હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે. સ્વાસ્થય મંત્રી બલબીર સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં ભુખમરો નથી અને પંજાબના લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે. 

પંજાબમાં ભુખમરો વધ્યો ! મંત્રીએ કહ્યું કહ્યું કે પંજાબીઓ ડાયેટિંગ કરી રહ્યા છે

ચંડીગઢ : ભુખમરા અંગે નીતિ પંચના અહેવાલમાં પંજાબની રેંક ગત્ત વર્ષની તુલનાએ બે પોઇન્ટ ઘટ્યો છે. પહેલા પંજાબ 10માં સ્થાન પર હતો જ્યારે હાલમાં જ આવેલા અહેવાલમાં પંજાબમાં 12માં નંબર પર ખસી ગયું. બીજી તરફ નીતિ પંચનાં રિપોર્ટને ગંભીરતાથી લેવાનાં બદલે પંજાબના મંત્રીઓના હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પંજાબના હેલ્થ મિનિસ્ટર બલબીર સિદ્ધુએ પંજાબમાં ભુખમરો વધવાનાં રિપોર્ટ પર હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે. સ્વાસ્થય મંત્રી બલબીર સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં ભુખમરો નથી અને પંજાબના લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે. 

બીજી તરફ બીજુ નિવેદન ફોરેસ્ટ મિનિસ્ટર સાધૂ સિંહ ધર્મસોતનું આવ્યું છે, તેમણે પંજાબમાં ભુખમરો વધવાનાં અહેવાલ અંગે પહેલા તો લોકોને કામ કરવાની સલાહ આપી અને ફરી નીતિ પંચનાં રિપોર્ટ પંચના રિપોર્ટને ખોટા પણ ઠેરવી દીધા છે. જો કે વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે અને સરકારને દરેક ક્ષેત્રમાં અસફળ ગણાવી રહ્યા છે. શિરોમણી અકાલી દળનાં નેતા ચરણજીત બરાડે કહ્યું કે, પંજાબની કોંગ્રેસ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ જઇ રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિ પંચના અહેવાલનાં રિપોર્ટમાં પંજાબમાં ભુખમરી વધવાનાં ત્થય સામે આવ્યા બાદ આશા કરવામાં આવી રહી હતી કે સરકાર તેને ગંભીરતાથી માંડીને જ્યાં સુધારાની જરૂરિયાત છે ત્યાં સુધારો કરશે, પરંતુ પંજાબના મંત્રીઓનાં જે પ્રકારે આ મુદ્દે નિવેદન સામે આવી રહ્યું છે. તેના પરથી લાગે છે કે સરકાર તેને ગંભીરતાથી લેવાનાં મુડમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news