જાણિતા શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં થયા હતા દાખલ

જાણિતા શાયર રાહત ઇન્દોરીએ આજે ઇન્દોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ અંગે રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. 

Updated By: Aug 11, 2020, 06:32 PM IST
જાણિતા શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં થયા હતા દાખલ

નવી દિલ્હી: જાણિતા શાયર રાહત ઇન્દોરીએ આજે ઇન્દોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ અંગે રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. 

રાહત ઇન્દોરીએ પોતે ટ્વિટર જાણકારી આપતાં લખ્યું હતું કે કે 'કોવિડના શરૂઆતી લક્ષણ જોવા મળતાં મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં એડમિટ છું, દુઆ કરો જલદીથી જલદી આ બિમારીને હરાવી દઉ. વધુ એક અપીલ છે કે મને અથવા ઘરના લોકોને ફોન ન કરો, મારા સમાચાર ટ્વિટર અથવા ફેસબુક પર તમને મળતા રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરી જાણિતા શાયર હતા. સાથે જ તે બોલીવુડ માટે પણ ઘણા ગીતો લખતા આવ્યા છે. રાહત ઇન્દોરીની ઉંમર 70 વર્ષ છે, એવામાં તેમણે ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 

તમને જણાવી દઇએ કે કે ઇન્દોરી ઉર્ફ જાણિતા શાયર હોવાની સાથે બોલીવુડના ચર્ચિત સંગીતકાર હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1950ના રોજ ઇન્દોરમાં રફતુલ્લાહ કુરૈશીના ઘરે થયો હતો. તે એક કાપડની મિલમાં કામ કરતા હતા. તેમની માતાનું નામ મકબૂલ ઉન નિસા બેગમ હતું. તેમણે ઇન્દોરની નૂતન સ્કૂલમાંથી ધોરણ 10ની પરીક્ષા પુરી આપી હતી. ત્યારબાદ ઇન્દોરના જ ઇસ્લામિયા કરીમિયા કોલેજમાંથી તેમને સ્નાતક અને ભોપાલની બરકતુલ્લાહ યૂનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. 

તેમણે મધ્ય પ્રદેશની ભોજ યૂનિવર્સિટીમાંથી ઉર્દૂ સાહિત્યમાં પીએચડી કરી. તે એક સારા પેન્ટર પણ હતા. તે ગત 45 વર્ષોથી મુશાયરા અને કવિ સંમેલનોનો જીવ બની ગયા હતા. તેમની લોકપ્રિયતા એટલી હતી કે દુનિયાના અન્ય ભાગોમાંથી પણ તેમને આમંત્રણ મળતા હતા. તે મુશાયરા અને કવિ સંમેલનો માટે અમેરિકા, બ્રિટન સંયુક્ત અરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપુર, મોરીશિયસ, કુવૈત, કતર, બહરીન, ઓમાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ સહિત ઘણા દેશોમાં જઇ ચૂક્યા હતા. 

 

તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસની અસર ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. ઇન્દોર પણ શરૂઆતમાં ક્રૂના વાયરસનું હોટસ્પોટ બન્યું હતું. થોડા દિવસો પહેલાં જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જોકે હવે તેમને હોસ્પિટલમાં રજા મળી ચૂકી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube