તેજપ્રતાપનાં લગ્નમાં કોઇ મોટા નેતાઓ ન પહોંચ્યા: ભાજપે કહ્યું વિપક્ષી એકતા હવાબાજી

ભાજપનો દાવો છે કે વિપક્ષી એકતાની વાતો માત્ર હવાબાજી છે, વિપક્ષી દળ લાલુને પોતાનાં નેતા નથી માનતું

તેજપ્રતાપનાં લગ્નમાં કોઇ મોટા નેતાઓ ન પહોંચ્યા: ભાજપે કહ્યું વિપક્ષી એકતા હવાબાજી

પટના : આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજપ્રતાપ યાદવનાં લગ્ન પુરા થઇ ચુક્યા છે. જો કે તે અંગે રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં લગ્નમાં પહોંચવા મુદ્દે ભાજપે લાલુ યાદવ અને આરજેડી પર વ્યંગ કર્યો છે. ભાજપનો દાવો છે કે વિપક્ષની એકતાની વાત બસ હવાબાજી છે. 

વિપક્ષી દળ લાલુને પોતાનાં નેતાઓ નથી માનતા. જ્યારે આરજેડીએ લગ્ન સમારંભમાં વિપક્ષી એકતાનું મંચ માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ત્યાર બાદ એકવાર ફરીથી તેજપ્રતાપનાં લગ્ન રાજકીય ગરમીમાં છે. આરજેડી સુપ્રીમોએ પોતાનાં પુત્રનાં લગ્ન માટે દેશનાં તમામ મોટા નેતાઓને નિમંત્રણ આપ્યું હતું. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સત્તારૂઢ દળે નેતા ભલે લગ્નમાં ભાગ ન લેતા હોય. પરંતુ વિપક્ષી દળોનાં મોટા નેતાઓ જરૂર એક મંચ પર જોવા મળશે. જો કે થયું તેનાંથી ઉલ્ટું. 

લગ્નમાં બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન જેવા મોટા નેતાઓ પહોંચ્યા હતા. જો કે વિપક્ષી દળોનો કોઇ મોટો ચહેરો સામે નહોતો આવ્યો. ભાજપ હવે આ મુદ્દે વ્યંગ કરી રહ્યું છે. તેજપ્રતાપનાં લગ્ન માટે લાલુ પ્રસાદે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મમતા બેનર્જી સહિત વિપક્ષી દળનાં તમામ મોટા નેતાઓને નિમંત્રણ મોકલ્યું હતું. એવો ક્યાસ લગાવાઇ રહ્યો હતો કે,લાલુ જેલમાંથી બહાર આવ્યા બાદ તમામ વિપક્ષી નેતાઓ લગ્નનાં મંચ પર આવીને શક્તિપ્રદર્શન કરી શકે છે. 

લગ્નની સાંજ સુધી રાહુલ અને પ્રિયંકા ગાંધીના આવ્યાનાં સમાચારો લાલુ પરિવારની તરફથી મીડિયાને આપવામાં આવતી રહી, પરંતુ બંન્ને નહોતા પહોંચ્યા. આરજેડીનાં નેતા કર્ણાટકમાં કોંગ્રેસની શાખ દાવ પર હોવાનાં દાવા સાથે આ મુદ્દો શાંત કરતા જોવા મળી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news