રાહુલ ગાંધીએ નામ લીધા વગર PM મોદી પર કર્યો મોટો પ્રહાર, આપત્તિજનક શબ્દોનો ઉપયોગ

રાજસ્થાનના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

રાહુલ ગાંધીએ નામ લીધા વગર PM મોદી પર કર્યો મોટો પ્રહાર, આપત્તિજનક શબ્દોનો ઉપયોગ

જયપુર: રાજસ્થાનના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધીએ ભાષણ દરમિયાન નારો લગાવ્યો કે 'ગલી ગલીમેં શોર હૈ હમારા ચોકીદાર ચોર હૈ.' અત્રે જણાવવાનું કે પીએમ મોદી અનેક અવસરે કહી ચૂક્યા છે કે તેઓ ચોકીદાર છે. રાહુલ ગાંધીના આ નારાને પીએમ મોદી પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એક વિશેષ વિમાનથી ઉદયપુર પહોંચ્યા હતાં. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ ત્યાં હાજર હતાં. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સચિન  પાઈલટે તેમનું સ્વાગત કર્યું. રાહુલ ગાંધીએ ડુંગરપુર જિલ્લાના સાંગવાડામાં એક જનસભાને સંબોધિત કરી. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને ઓગસ્ટમાં જયપુરમાં પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત બાદ રાહુલની આ પહેલી ચૂંટણી સભા  હતી. 

એક દિવસ પહેલા જ છત્તીસગઢમાં જનસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા પીટાઈને લઈને બુધવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની રમણ સિંહ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને આરોપ લગાવ્યો હતો કે તાનાશાહી હવે એક વ્યવસાય બની ગયો છે. ગાંધીએ આ ઘટનાનો વીડિયો શેર કરતા ટ્વિટ કરી હતી કે નરેન્દ્ર મોદીની હુકૂમતમાં તાનાશાહી એક વ્યવસાય બની ગયો છે. બિલાસપુરમાં રમણ સિંહની સરકાર દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓના મૌલિક અધિકારો પર કાયરતાપૂર્ણ રીતે કરવામાં આવેલા આ પ્રહારને ત્યાંની જનતા રાજકીય જુલ્મ તરીકે યાદ રાખશે. 

બિલાસપુરમાં પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની કથિત રીતે પીટાઈ કરી હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અટલ શ્રીવાસ્તવ ઘાયલ થયા હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અહેવાલો મુજબ કોંગ્રેસ કાર્યકર્તા કેબિનેટ મંત્રી અમર અગ્રવાલના ઘરે પ્રદર્શન કરવા ગયા હતાં જ્યાં તેમની પીટાઈ કરવામાં આવી. 

હકીકતમાં થોડા દિવસો પહેલા અમર અગ્રવાલે કોંગ્રેસ કાર્યકર્તાઓને કચરો કહ્યાં હતાં જેનાથી ભડકેલા પાર્ટી કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે મંત્રીજીના ઘર પર કચરો ફેંકવા માટે પહોંચ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news