પુલવામા હુમલાની વરસી પર રાહુલ ગાંધીનું વિવાદિત ટ્વિટ, ઉઠાવ્યા આ 3 પ્રશ્નો

પુલવામા હુમલા (Pulwama attack)ની વરસી પર કોંગ્રેસ (congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિવાદિત ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો છે. 

પુલવામા હુમલાની વરસી પર રાહુલ ગાંધીનું વિવાદિત ટ્વિટ, ઉઠાવ્યા આ 3 પ્રશ્નો

નવી દિલ્હી: પુલવામા હુમલા (Pulwama attack)ની વરસી પર કોંગ્રેસ (congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિવાદિત ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો છે. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, આજે અમે 40 સીઆરપીએફ જવાનોને યાદ કરી રહ્યા છે જે પુલવામા હુમલામાં શહીદ થયા હતા. આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો? આ હુમલાની તપાસમાં શું નિકળ્યું? ભાજપ સરકારમાં આ હુમલા માટે કોણ જવાબદાર છે. ભાજપ સરકારમાં કોને અત્યાર સુધી સુરક્ષા ચૂક માટે જવાબદેહ ગણવામાં આવ્યો છે. 

તમને જણાવી દઇએ કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news