રાહુલ ગાંધી PM મોદી પહેલા અમેરિકા જશે : મેડિસન સ્ક્વેરમાં કરશે રેલી, જાણો 10 દિવસમાં શું કરશે?

Congress leader Rahul Gandhi In America: કર્ણાટકનો કિલ્લો જીત્યા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા જવા રવાના થવાના છે. તેમની આ મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે PM મોદી પણ 22મી જૂને અમેરિકા જવાના છે.

રાહુલ ગાંધી PM મોદી પહેલા અમેરિકા જશે : મેડિસન સ્ક્વેરમાં કરશે રેલી, જાણો 10 દિવસમાં શું કરશે?

Congress Leader Rahul Gandhi foreign trip: કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીત્યા (Karnataka Assembly Elections) બાદથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી (Rahul Gandhi) 30 મેના રોજ અમેરિકા જવાના છે. રાહુલ ગાંધી 10 દિવસ અમેરિકામાં રહેશે. કોંગ્રેસ નેતાની આ મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 22 જૂને અમેરિકા જવાના છે, પરંતુ તે પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અમેરિકા જવાનો પ્લાન બનાવી લીધો છે. આ દરમિયાન પૂર્વ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં એક રેલી દ્વારા 5000 ભારતીયો સાથે જોડાશે અને તેમને સંબોધિત કરશે.

પેનલ ચર્ચામાં સામેલ થશે
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં પેનલ  (University of Cambridge) ચર્ચામાં પણ ભાગ લેશે. આ સિવાય તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વક્તા તરીકે લોકોની વચ્ચે હાજર રહેશે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) આ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે કારણ કે 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વ્હાઇટ હાઉસના મહેમાન તરીકે હાજર રહેવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને તેમની પત્ની પીએમ મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં ડિનર લેશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે જ વડાપ્રધાનની મુલાકાતનું પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું.

લંડનની ટ્રીપમાં હોબાળો થયો હતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અગાઉ લંડનની મુલાકાતે હતા જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએમ મોદીની ટીકા કરતું ભાષણ આપ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદન બદલ કોંગ્રેસના હરીફ પક્ષોએ આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ કેમ્બ્રિજમાં આપેલા ભાષણ માટે રાહુલ ગાંધીની (Rahul Gandhi) ટીકા કરી હતી. એટલું જ નહીં, આના કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news