રાહુલ ગાંધીએ 'ન્યાય' યોજના અને પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014ની લોકસભા ચૂંટણી અગાઉ '15 લાખ રૂપિયાના વચન' પરથી તેમને ગરીબો માટે ન્યૂનતમ આવક યોજનાનો વિચાર મળ્યો.
Trending Photos
યમુનાનગર/કરનાલ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014ની લોકસભા ચૂંટણી અગાઉ '15 લાખ રૂપિયાના વચન' પરથી તેમને ગરીબો માટે ન્યૂનતમ આવક યોજનાનો વિચાર મળ્યો. રાહુલે કહ્યું કે દેશના ગરીબ લોકો માટે કોંગ્રેસનું ચૂંટણી વાયદો 'ન્યાય' (ન્યૂનતમ આવક યોજના) ઐતિહાસિક છે.
તેમણે દાવો કર્યો કે જ્યારથી આ યોજનાની જાહેરાત થઈ છે, વડાપ્રધાન હલી ગયા છે. આ યોજના હેઠળ દેશના 20 ટકા ગરીબોના ખાતામાં દર વર્ષે 72,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. કેટલાક ઉદ્યોગપતિઓની મદદ કરવા બદલ પીએમ મોદીની ટીકા કરતા રાહુલે કહ્યું કે અમીરોની તેઓ સુરક્ષા કરે છે જ્યારે કરજથી લદાયેલા ખેડૂતોની મદદથી બચે છે. તેમણે કહ્યું કે તેનાથી ઉલટુ તેમની પાર્ટી ગરીબો, નબળા વર્ગો અને ખેડૂતો માટે કામ કરે છે.
બે વિચારધારાની લડાઈ
રાહુલે કહ્યું કે 2019ની ચૂંટણી બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. જેમાં એક બાજુ ભાજપ, સંઘ અને નરેન્દ્ર મોદી છે જ્યારેબીજી બાજુ કોંગ્રેસ છે. રાહુલ પોતાના એક દિવસના પ્રવાસે અહીં હરિયાણા કોંગ્રેસ તરફથી જારી પરિવર્તન યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ યાત્રાની શરૂઆત ગુરુગ્રામથી આ અઠવાડિયાની શરૂઆતમાં થઈ હતી.
તેમણે કહ્યું કે ભાજપથી વિરુદ્ધ તેમની પાર્ટી પોતાના વચન પૂરા કરે છે. તેમણે ન્યાય યોજનાનો હવાલો આપતા કહ્યું કે સરકાર બનતા કોંગ્રેસ આ યોજનાની શરૂઆત કરશે. યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરમાં આયોજિત જનસભાને સંબોધતા રાહુલે કહ્યું કે તેઓએ પ્રત્યેક ભારતીયના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું. શું કોઈને કઈ મળ્યું.
તેમણે કહ્યું કે સત્ય એ છે કે જ્યારે અમારી સરકાર બનશે ત્યારે દેશના 20 ટકા ગરીબોના ખાતામાં દર વર્ષે 72000 રૂપિયા જમા કરવામાં આવશે. મોદીએ પ્રત્યેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા આપવાનું જૂઠ્ઠાણું કહ્યું. જો કે મને લાગે છે કે ગરીબોના ખાતામાં ધન જમા કરાવવાનો વિચાર યોગ્ય છે અને તેને ઈમાનદારીથી લાગુ કરવામાં આવે.
રાહુલે કહ્યું કે મને આ વિચાર સારો લાગ્યો. મેં કોંગ્રેસ પાર્ટીની થિંક ટેંક સાથે વાત કરી અને તેમને મોદીના 15 લાખ રૂપિયાના વચન અંગે જણાવ્યું તો કહ્યું કે તેમણે તેને પૂરું કર્યું નથી. તેમણે જે કર્યું તે ખેડૂતો સાથે અન્યાય છે. નોટબંધી કરીને તેમણે નાના દુકાનદારોને પ્રભાવિત કર્યાં. ગબ્બરસિંહ ટેક્સ લઈને આવ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે