Romance: નારાજ જાનૂને મનાવવા 200 KM પહોંચ્યો બાબૂ, સ્ટેશન પર પોલીસે બંનેને ઉઠાવી લીધા!

Couple: યુવતી મુઝફ્ફરપુરની રહેવાસી છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. છોકરો ગયાનો રહેવાસી છે અને ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. બંને ઓનલાઈન મળ્યા હતા અને બંનેએ વાત કરવાનું શરૂ કર્યું, પછી તેમના કહેવા પ્રમાણે બંને પ્રેમમાં પણ પડ્યા.

Romance: નારાજ જાનૂને મનાવવા 200 KM પહોંચ્યો બાબૂ, સ્ટેશન પર પોલીસે બંનેને ઉઠાવી લીધા!

પટનાઃ Romance At Platform: બોલીવુડ ફિલ્મનું એક ગીત છે પ્યાર હમેં કિસ મોડ પર લે આયા... આ લાઇનો ઘણીવાર ચરિતાર્થ પણ થતી હોય છે. આવા એક કપલની કહાની સામે આવી છે જે એક બીજાના પ્રેમના ચક્કરમાં જેલ પહોંચી ગયા છે. બન્યું એવું કે છોકરી નારાજ થઈ ગઈ અને જમવાનું છોડી દીધું. ત્યારબાદ તેના ઓનલાઇન પ્રેમીને આ જ્યારે ખબર પડી તો તે 200 કિલોમીટર દૂર ભોજન લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયો. અહીં યુવતી પણ પહોંચી અને સ્ટેશન પર બંને રોમાન્સ કરવા લાગ્યા. 

મળવા આશરે 200 કિલોમીટર દૂર આવ્યો
હકીકતમાં આ મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના મંગળવારની છે, જ્યારે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર બંને આપત્તિજનક અવસ્થામાં ઝડપાયા હતા. બંને અશ્લીલ હરકતો કરતા ઝડપાયા છે. વાતચીતમાં તેણે જણાવ્યું કે યુવક તેને મળવા આશરે 200 કિલોમીટર દૂરથી આવ્યો છે. આ બધુ ત્યારે થયું જ્યારે યુવતી નારાજ હતી અને ખાવાનું છોડી દીધુ હતું. 

મળવા આવીશ તો ભોજન કરીશ
ત્યારબાદ યુવક ભોજન લઈને પહોંચી ગયો. કારણ કે યુવતીએ કહ્યું હતું કે જ્યાં સુધી મળવા નહીં આવીશ ત્યાં સુધી હું ભોજન નહીં કરૂ. ત્યારબાદ યુવક ભોજન કરાવવા માટે મુઝફ્ફરપુર પહોંચી ગયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે યુવક અને યુવતી બંને 17 વર્ષના છે. યુવતી મુઝફ્ફરપુરની રહેવાસી છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. જ્યારે યુવક ગયાનો રહેવાસી છે અને સ્નાતક કરી રહ્યો છે. 

થોડા સમય પહેલાં બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર પહોંચી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી બંને એકબીજાને મળવાનો પ્લાન કરવા લાગ્યા. ત્યારબાદ બંને મળ્યા અને રેલવે સ્ટેશન પર રોમાન્સ કરવા લાગ્યા હતા. હાલ બંનેને પોલીસે ઝડપી લીધા છે અને બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં બંનેને છોડી દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news