ગાંધી જયંતી પર ટ્રેનોમાં નહીં મળે નોનવેજ ભોજન!

રાષ્ટ્રપિતાની જયંતિ પર માત્ર ‘સ્વચ્છ દિવસ, ‘ડ્રાય ડે’ પછી ‘વેજીટેરિયન ડે’ તરીકે મનાવવામાં આવશે. 

 

ગાંધી જયંતી પર ટ્રેનોમાં નહીં મળે નોનવેજ ભોજન!

નવી દિલ્હીઃ રેલવેના એક પ્રસ્તાવને જો મંજૂરી મળી જાય તો 2 ઓક્ટોબર, ગાંધી જ્યંતિના દિવસે દેશમાં માત્ર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ જ મનાવવાની સાથે સાથે ગાંધીજીના સન્માનમાં 'શાકાહાર દિવસ'ના રૂપમાં મનાવવામાં આવશે. રેલવે મંત્રાલય તરફથી કેન્દ્ર સરકાર પાસે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરના રેલવેમાં નોનવેજ ખાવાનું ન આપવા માટેની ભલામણ કરી છે. જો આ ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો રાષ્ટ્રપિતાની જયંતિ પર માત્ર ‘સ્વચ્છ દિવસ, ‘ડ્રાય ડે’ પછી ‘વેજીટેરિયન ડે’ તરીકે મનાવવામાં આવશે. રેલવે તરફથી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે, રાષ્ટ્રપિતા પણ શુધ્ધ શાકાહારી હતા. આ ઉપરાંત રેલવે તરફથી ગાંધીજી 150મી જન્મ જયંતિ મનાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.

જે માટે કેન્દ્ર સરકાર તરફથી ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. રેલવે તરફથી એવી ભલામણ કરવામાં આવી છે કે, 2018થી 2020 સુધી રેલવે અને રેલવે પરિસરમાં 2 ઓક્ટોબરના નોનવેજ ખાવાનું પિરસવામાં આવશે નહીં. રેલવે તરફથી મહાત્મા ગાંધીના જન્મ દિવસને ‘શાકાહાર દિવસ’ તરીકે જાહેર કરવાની સાથે સાથે જ સાબરમતીથી એક ખાસ ટ્રેન ચલાવવામાં આવે તેવો પ્રસ્તાવ આપ્યો છે. જેને ‘સ્પેશ્યિલ સોલ્ટ રેક’ તરીકે ઓળખાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ સાબરમતીથી દેશના અલગ-અલગ વિસ્તારમાં સ્વચ્છતા એક્સપ્રેસ ચલાવવાની યોજના છે. જેમાં ગાંધીજીના ઐતહાસિક માર્ગ પર તે ટ્રેન દોડવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news