ગાંધી જયંતી
ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી
ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે.
Oct 3, 2019, 09:02 AM ISTVIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ
આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું.
દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં જોડાવા પીએમનું આહ્વાન
રૂ. 150 ની કિંમતનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો. દેશના વિવિધ સ્વચ્છાગ્રહીઓ ને મોદી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને એવોર્ડ કરાયા એનાયત. દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન
Oct 2, 2019, 09:45 PM ISTવાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી.
Oct 2, 2019, 09:40 PM ISTપીએમ મોદીએ સ્વચ્છતા સેનાનીઓને એવોર્ડ એનાયત કર્યાં
ભારતના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ધરે ધરે શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત થયો છે. જેનો તમામ શ્રેય ભારતના નાગરિકો અને વડાપ્રધાન મોદીને જાય છે. પ્રજાના સાથ અને સહકાર વિના ગાંધી બાપુનું આ સ્વપ્ન પૂર્ણ ન થાત. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત અગ્રણી રહ્યું છે. ગુજરાત સરકાર ગુજરાતમાં 33.50 લાખ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Oct 2, 2019, 09:05 PM ISTસ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા છેઃ મુખ્યપ્રધાન રૂપાણી
આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના ખુણે ખુણેથી આવેલા સરપંચોનુ ગાંધીજીની જન્મભૂમી પર સ્વાગત કર્યું હતું. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, તમામ સરપંચોએ ગાંધી આશ્રમ, સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સાબરમતી નદીનો કિનારો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સાક્ષી પુરાવે છે. ગાંધી બાપુ પણ સાબરમતીના સંત તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા થયા હતા. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને પીએમ મોદીએ અભિયાન બનાવ્યું છે. આઝાદીના સાત દાયકાઓ પછી હાથમાં ઝાડુ લઇને દેશને સ્વચ્છ કરવાનો નિર્ણય કર્યો અને બાપુના સપનાને સાકાર કર્યું હતું.
Oct 2, 2019, 08:25 PM ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સ્વચ્છ ભારત દિવસ-2019નું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે.
Oct 2, 2019, 08:00 PM IST'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ
ગાંધીજયંતી નિમિત્તે પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી.
Oct 2, 2019, 07:59 PM ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત, જુઓ Video
એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર સભાને સંબોધન કરી હતી. અને તેમાં કહ્યુ હતું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈષ્ણવ જન ગીત 150 દેશથી વધુ દેશના ગાયકોએ ગાયુ હતું. હાથમાં કાગળ લીધા વિના વૈષ્ણવ જન ગીત ગાતા હતા. અને તેઓ આ ગીતનો અર્થ પણ જાણતા હતા.
Oct 2, 2019, 07:30 PM ISTદેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશન ની 1/3 રકમ શૌચાલય બનાવવા વાપરી છે
Oct 2, 2019, 07:20 PM ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં બાપુને કર્યા નમન
વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે.
Oct 2, 2019, 07:10 PM ISTઆજે વિશ્વમાં ભારતના પાસપોર્ટની તાકાત વધી છેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા ઓછા સમયમાં ફરીવાર ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો છે.
PMએ કહ્યું કે ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો.
યુએનના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી
વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે.
Oct 2, 2019, 06:52 PM ISTઅમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મ જયંતિ છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી એરપોર્ટ પર 10 હજાર જેટલા લોકોનું સંબોધન કરશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવ માટે પહોંચ્યા હતા.
Oct 2, 2019, 06:40 PM ISTદરેક સમસ્યાના સમાધાનમાં ગાંધી આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે: PM મોદી
Gandhi Jayanti PM Modi Live : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (mahatma gandhi) આજે ૧૫૦મી જન્મ જયંતિ (150 Gandhi Jayanti) છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં સીએમ વિજય રૂપાણી સહિત દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી હતી અને ગાંધી બાપુ અને ભારત અંગે મોટી વાત કરી હતી.
Oct 2, 2019, 05:18 PM ISTગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત
ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે.
ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકારીએ ભાડાના રૂપિયા આપ્યા
2 ઓક્ટોબર (2nd October) ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને (Prisoners) મુક્ત કરવામાં આવે છે. ત્યારે આ સમયે રાજ્યના 158 કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી 24 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.
Oct 2, 2019, 03:30 PM ISTદિલ્હીમાં અમિત શાહની સંકલ્પ યાત્રા, લગભગ દોઢ કિમી સુધી કરી પદયાત્રા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આજે દિલ્હીના શાલીમાર બાગના હૈદરપુર રામલીલા મેદાનથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. ગૃહ મંત્રી અમિત શાહ પોતે પણ આ અવસરે પગપાળા ચાલ્યા. લગભગ 1.5 કિલોમીટરનું અંતર તેઓએ પગપાળા કાપ્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન અને દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતાં.
Oct 2, 2019, 02:12 PM IST'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?', PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જયંતી પર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે.
Oct 2, 2019, 12:46 PM ISTGandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત
આજે બાપુનો જન્મદિવસ છે, અને સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા.
Oct 2, 2019, 10:05 AM IST