ભારત ચીન 0

ચીનની ચિંતામાં થશે વધારો, બ્રહ્મપુત્ર નદી પર સૌથી લાંબો પુલ બનાવશે ભારત

વિશાળ પરિયોજના ભારત અને જાપાન વચ્ચે વધતી રણનીતિક ભાગીદારીને પ્રદર્શિત કરશે. આ પરિયોજના ક્ષેત્રમાં ચીનના અતિક્રમણનો જવાબ હશે.

Dec 3, 2020, 08:13 PM IST

વાતચીતથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે  India-China સહમત, આ રીતે દૂર કરાશે ગેરસમજ

ભારત અને ચીન (India-China)  પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે સહમત થયા છે. આ સાથે જ મુદ્દાનો સર્વસામાન્ય ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશ ફ્રન્ટ લાઈન એરિયામાં વધુમાં વધુ સંયમ જાળવી રાખશે. 

Nov 8, 2020, 10:21 AM IST

નોર્થ-ઈસ્ટમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં ચીન! અરૂણાચલ બોર્ડરથી 130 કિમી દૂર બનાવી રહ્યું છે એરબેઝ

India China Standoff Latest News: ભારત સાથે લદ્દાખમાં તણાવ વચ્ચે હવે ચીન અરૂણાચલમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં લાગી ગયું છે. હાલમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખુલાસો થયો છે કે ચીન અરૂણાચલ બોર્ડરથી 130 કિલોમીટરના અંતર પર સ્થિત ચામડો બંગડા એરબેઝનો વિસ્તાર કરી રહ્યું છે.
 

Oct 26, 2020, 09:20 PM IST

આગામી સપ્તાહે યોજાઇ શકે છે ભારત-ચીનના કોર કમાન્ડરોની 8મી બેઠક

પાછલા સપ્તાહે ભારત-ચીનના કોચ કમાન્ડરોની 7મી બેઠક યોજાઇ હતી. આ બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચુશૂલમાં થઈ હતી અને આશરે 12 કલાક ચાલી હતી. 
 

Oct 17, 2020, 10:50 PM IST

સરહદ પર તણાવ વચ્ચે 17 નવેમ્બરે બ્રિક્સ સંમેલનમાં આમને-સામને હશે PM મોદી અને શી જિનપિંગ

Brics summit 2020: કોરોના કાળ દરમિયાન 12મું બ્રિક્સ શિખર સંમેલન આ વખતે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યું છે. તેનું આયોજન આગામી 17 નવેમ્બરે કરવામાં આવશે. 
 

Oct 5, 2020, 07:45 PM IST

ભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ

સેનાના સૂત્રોએ કહ્યું કે, પ્રથમ ઘટના ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાએ 29-31 ઓગસ્ટ વચ્ચે દક્ષિણી બેન્ક પેન્ગોંગ ઝીલની પાસે ઉંચાઈઓ પર કબજો કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો, જ્યારે બીજી ઘટના 7 સપ્ટેમ્બરે મુખપારી પાસે થઈ હતી.

Sep 16, 2020, 06:20 PM IST

Indo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક

ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે. 

Sep 11, 2020, 09:44 AM IST

LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, આ 5 મુદ્દા પર બની સહમતિ

LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે પાંચ પોઈન્ટ પર સહમતિ બની ગઈ છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે ગુરુવારે મોસ્કોમાં થયેલી બેઠકમાં સહમતિ બની. 

Sep 11, 2020, 07:49 AM IST

ખોટા તથ્ય રજૂ કરી રહ્યું છે Global Times, ભારતીય વિદેશ મંત્રાલયે આપી ચેતવણી

ભારતીય સેનાએ ચીનના જૂઠાણાનો ખુલાસો કર્યો છે. ચીન LAC પર સતત કરારનું ઉલ્લઘંન કરી રહ્યું છે અને ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની ટીક્કા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનનું અખબાર ગ્લોબલ ટાઇમ્સ ખોટા તથ્યો રજૂ કરી રહ્યું છે.

Sep 8, 2020, 02:32 PM IST

ચીનની આંખમાં દેખાયું ઝેર, ભારતને આપી ધમકી, જાણો શું કહ્યું...

ચીને 83 દિવસમાં ત્રીજી વખત ભારતને પરાજિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેંગોંગ લેકના દક્ષિણ છેડે શેનપાઓ પહાડો નજીક સોમવારે સાંજે 5:30થી સાંજના 6:30 વાગ્યાની વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ વોર્નિંગ શોટ ફાયર કરી ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.

Sep 8, 2020, 01:33 PM IST

ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન

ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.

Sep 8, 2020, 12:06 PM IST

પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર શેનપાઓ પહાડી વિસ્તારની આ ઘટના છે

Sep 8, 2020, 08:08 AM IST

સરહદ વિવાદ પર આક્રમક થયા રાજનાથ સિંહ, ચીની રક્ષામંત્રીને મુલાકાતમાં આપી ચેતવણી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે  રૂસમાં ચીની રક્ષામંત્રી વેઇ ફેંઘ સાથે મુલાકાત કરી હતી. 
 

Sep 5, 2020, 01:30 PM IST

LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક

રૂસની રાજધાની મોસ્કોમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના રક્ષામંત્રી વેઈ ફેંધે સાથે મુલાકાત કરી હતી. ચીનના રક્ષા મંત્રી ફેંધેએ રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માગ્યો હતો. બંન્ને નેતાઓ આ સમયે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક માટે રૂસ પહોંચ્યા છે. 

Sep 5, 2020, 06:52 AM IST

ચીન સામે તણાવ વચ્ચે લદ્દાખ પહોંચ્યા સેના પ્રમુખ નરવણે, શું છે સંકેત?

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે એકવાર ફરી ચીનની ઘુષણખોરીની વાત કહી છે. ત્યારબાદ સેના પ્રમુખે લદ્દાખમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. 
 

Sep 3, 2020, 11:38 AM IST

LAC તણાવ વચ્ચે મોટા સમાચાર, Chinaને જવાબ આપવા માટે ભારતે ઉઠાવ્યા આ પગલાં

ભારત (India) ચીન (China) તણાવ પર આજના સૌથી મોટા સમાચાર છે કે, શી જિનપિંગને મોદી સરકારે ફરી એકવાર કડક સંદેશો આપ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, LAC પર સૈનિકોની તૈનાતી ઘટશે નહીં. ચીનના પડકારનો યોગ્ય જવાબ આપવા માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે.

Aug 23, 2020, 05:38 PM IST

મોટો ખુલાસો: ભારતમાં આ એજન્ડાને આગળ વધારી રહ્યું છે ચીન, સુરક્ષા એજન્સીઓની ચેતવણી

ચીન (China)ના આર્થિક મોરચા પર ઘાયલ કર્યા બાદ હવે નવી દિલ્હી (New Delhi)ની નજર એવા સંગઠનો-સમૂહો પર છે, જે ભારતમાં રહી ચીનના એજન્ડાને આગળ વધારવાની યોજના કરે છે. ગત કેટલાક વર્ષોમાં ચીન-આધારિત થિંક ટેંકોનું ભારતમાં પૂર આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ થિંક ટેંક ભારતમાં ચીનની દૂતાવાસોના ઇશારા પર કામ કરે છે.

Aug 22, 2020, 01:00 PM IST

શું ભારત અને ચીન ફરીથી મિત્ર બનશે? વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યો આ જવાબ

વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) શનિવારે કહ્યું કે આકાર અને પ્રભાવને જોતા ભારત (India) અને ચીન (China) પર દુનિયાનું ઘણું બધુ નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધોનું ભવિષ્ય 'કોઈ પ્રકારની સમતુલ્યતા કે સમજ' પર પહોંચવા પર જ નિર્ભર કરે છે. સીઆઈઆઈ શિખર સંમેલનમાં ઓનલાઈન વાર્તા દરમિયાન જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે સમસ્યાઓ' છે જે સારી રીતે 'પરિભાષિત' છે.

Aug 9, 2020, 07:11 AM IST

ચીન સેનાની સીક્રેટ યૂનિટ 61398 આપી રહી આ ખતરનાક પ્લાનને અંજામ

ચીની સેનાનું સૌથી સિક્રેટ યુનિટ '61398' સાયબર જાસૂસી માટે જાણીતું છે. સિક્રેટ યુનિટે ભારત વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા ઘણા કિસ્સા બન્યા છે. જેમાં ચીન સાયબર જાસૂસી દ્વારા દેશની સંવેદનશીલ માહિતી એકત્રીત કરવામાં વ્યસ્ત છે.

Aug 3, 2020, 03:55 PM IST

LAC પર પણ વિજય દિવસ: લદાખમાં 3 જગ્યા પરથી સંપૂર્ણપણે દૂર થયું ચીન

ભારતના પરાક્રમના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ જાણકારી એક એવા દિવસે આવી છે, જ્યારે ભારતીય સૈના શૌર્ય પર્વ ઉજવી રહી છે. આજે કારગિલ વિજય દિવસ છે. આજના દિવસે 21 વર્ષ પહેલા એલઓસી પર ભારતે પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં હરાવ્યું હતું. આજે કારગિલ વિજય દિવસ પર સમાચાર મળી રહ્યા છે કે, એલએસી પર ભારતે ચીનને પાછા હટવા પર મજબૂર કર્યું છે.

Jul 26, 2020, 04:24 PM IST