2024 ચૂંટણી પહેલા સેમીફાઈનલ! રાજસ્થાનમાં 199 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ કે ભાજપ...કોના માથે સજશે સત્તાનો તાજ?

2024 ચૂંટણી પહેલા સેમીફાઈનલ! રાજસ્થાનમાં 199 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ કે ભાજપ...કોના માથે સજશે સત્તાનો તાજ?

રાજસ્થાનમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. અત્રે જણાવવાનું કે 200માંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કરણપુર સીટ પર કોંગ્રેસ ઉમેદવાર અને હાલના વિધાયક ગુરમીત સિંહ કુન્નરના નિધનના કારણે ચૂંટણી સ્થગિત કરાઈ છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીને 2024 પહેલાની સેમી ફાઈનલ પણ કહેવામાં આવી રહી છે. ભાજપની સાથે અહીં કોંગ્રેસ માટે પણ કડક પરીક્ષા છે. જેણે સાબિત કરવાનું છે કે તેઓ 2024માં ભાજપને ટક્કર આપવા માટે તૈયાર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news