રાજ્યસભા ચૂંટણીઃ યૂપીમાં ભાજપે 9 સીટ જીતી, સપાનો એકમાં વિજય, બસપા હાર્યું

યુપીની 10 સીટો, પશ્ચિમ બંગાળની 5, કર્ણાટકની 4, તેલંગાણાની 3, ઝારખંડની 2 અને કેરળ તથા છત્તીસગઢની 1-1 સીટનો સમાવેશ થાય છે

 રાજ્યસભા ચૂંટણીઃ યૂપીમાં ભાજપે 9 સીટ જીતી, સપાનો એકમાં વિજય, બસપા હાર્યું

લખનઉ : ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા સીટો પર ચૂંટણી બાદ ચૂંટણી પંચે ક્રોસ વોટિંગની ફરિયાદો બાદ મત્તગણત્રી અટકાવી હતી. હવે યૂપીમાં મત્તની ગણત્રી ફરીથી ચાલુ થઇ ગઇ છે. બીજી તરફ ક્રોસ વોટિંગનાં કારણે યૂપી, ઝારખંડ, કર્ણાટકમાં રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝારખંડમાં પણ ફરીથી મતગણતરી ચાલુ થઇ ચુકી છે.  હાલ કર્ણાટકમાં કાઉન્ટિંગ અટકેલું પડ્યું છે.

ચૂંટણી પંચે બેલેટ પેપર મુદ્દે ઉઠાવવામાં આવી રહેલા સવાલોનાં કારણે રાજ્યસભા ચૂંટણી બાદ મત્તની ગણત્રીની પરવાનગી આપપવાનો ઇન્કાર કર્યો. રાજ્યસભા ચૂંટણી બાદ મત્તની ગણત્રીની પરવાનગીની મનાઇ કરી દીધી. એસપી અને બીએસપીએ સપાનાં નિતિન અગ્રવાલ અને બસપાએ અનિલ સિંહનાં મત્તને અમાન્ય જાહેર કરવાની માંગ કરી છે. આ બંન્ને ધારાસભ્યો પર પોલિંગ એજન્ટને બેલેટ પેપર નહી દેખાડવાનો આરોપ છે. ઝારખંડમાં ચૂંટણી પંચે કહ્યું કે, ઝારખંડ વિકાસ મોર્ચા તરફથી ક્રોસ વોટિંગ મુદ્દે ફરીયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી અધિકારી રિટર્નિંગ ઓફીસરનાં અહેવાલની રાહ જોઇ રહ્યું છે. 

ત્રીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે જણાવ્યું કે પંચે ક્રોસ વોટિંગનાં કારણે મત્તની ગણત્રી પર હાલ પુરતો પ્રતિબંધ લાદી દીધો છે. તેમણે જણાવ્યું કે, જનતાદળે પંચને તેની ફરિયાદ કરી છે. તેમણએ આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસની જીત સુનિશ્ચિત છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાંથી 10 રાજ્યસભા સીટોમાં ભાજપ તરફથી 9 ઉમેદવારો ઉતારવામાં આવ્યા બાદ મુદ્દો રોમાંચક બન્યો છે. એટલું જ નહી ક્રોસ વોટિંગ બાદ રાજકીય દળોનાં ધબકારા વધી ચુક્યા છે. ધારાસભ્યોની સંખ્યાને જોતા ભાજપનાં 8 તો સપાની 1 સીટ પાક્કી હતી. જો કે 10મી સીટ મુદ્દે રાજકીય હુંસાતુંસી ચાલી રહી છે. 

જાણો રાજ્યસભા ચૂંટણી અંગેના પળેપળનાં અપડેટ્સ

લેટેસ્ટ અપડેટ

- બસપાના ઉમેદવાર આંબેડકરનો થયો પરાજય

- 10મી સીટ પર ભાજપના અનિલ અગ્રવાલનો વિજય

- બીજી પ્રાયોરિટીમાં ભાજપના ઉમેદવારની જીત નક્કી 

- ભાજપના અનિલ અગ્રવાલને પ્રથમ પ્રાયોરિટીમાં 16 મત મળ્યા

- સમાજવાદી પાર્ટીની જયા બચ્ચન પણ જીત્યા

- ભાજપના સકલદીપ રાજભર જીત્યા, તેને 37 મત મળ્યા 

- જીવીએલ નરસિંહ રાવ અને જેટલીને 37-37 મત મળ્યા

- જીવીએલ નરસિંહ રાવ અને અરુણ જેટલી જીત્યા

- ભાજપના અનિલ જૈન જીત્યા, જૈનને 37 મત મળ્યા

- સુભાસપાના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

- કૈલાશ સોનકરે બીએસપી અને ત્રિવેણીરામે સપાને આપ્યો મત

- સુભાસપા ભાજપની સહયોગી પાર્ટી છે

- તેલંગણામાં ટીઆરએસે ત્રણેય સીટ જીતી લીધી છે

- કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવારની જીત

- બસપા અને સપાએ બંન્ને ધારાસભ્યોનાં મત્ત રદ્દ કરવા માટેની અપીલ કરી હતી

- અનિલ સિંહ બસપાનાં ધારાસભ્ય છે અને તેમણે ભાજપને મત્ત આપવાની વાત કરી છે

- નિતિનન અગ્રવાલ સપાનાં ધારાસભ્ય છે અને તેમણે ભાજપને મત આપ્યો હતો

- ચૂંટણી પંચે ભાજપ ધારાસભ્ય નિતિ અગ્રવાલ અને બસપા અનિલ સિંહનાં મતને રદ્દ કરી દીધા છે

- બેલેટ પર કંઇક લખેલું હોવાનાં કારણે મત રદ્દ થયા

- ઝારખંડની બંન્ને સીટનાં પરિણામો જાહેર થાય તેની શક્યતાઓ નહીવત્ત 

- કેન્દ્રીય ચૂંટણી પંચે પત્ર લખીને ચાલુ કરાવી મતગણતરી- ટીએમસીનાંનદીમ ઉલ હક અને શાંતનૂ જીત્યા

- પશ્ચિમ બંગાળનાં ચોથા અને પાંચમી રાજ્યસભા સીટ પર પણ ટીએમસી જીત્યું

- પશ્ચિમ બંગાળથી જ કોંગ્રેસનાં અભિષેક મનુ સિંધવીએ ચૂંટણી જીતી લીધી છે

- ટીએમસીનાં આશીર્વાદથી શુભાશીષ ચક્રવર્તી પણ ચૂંટણી જીતી ગઇ છે.

- પશ્ચિમ બંગાળની 5 રાજ્યસભા સીટો પર થયેલા વોટિંગમાં ટીએમસીનાં અબીર રંજન વિશઅવાસ જીતી ગઇ છે. 

- ટીડીપી નેતા સીએમ રમેશ નિર્વિરોધ રાજ્યસભા માટે ચૂંટાયા છે

- યૂપીમાં મત્તની ગણત્રી ચાલુ થઇ ચુકી છે. 

- કર્ણાટકની 4 સીટો પર પણ મત્તગણત્રી ચાલુ થઇ ચુકી છે

- પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો વિજય થયો

- તેલંગાણામાં ટીઆરએસને મળ્યો વિજય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news